આ અંગે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ સ્પંદનાએ આ બાબતે હજુ કંઈ નિવેદન આપ્યું નથી. કોંગ્રેસના મીડિયા વિભાગે સ્પંદનાના ટ્વીટર એકાઉન્ટ બાબતે કોઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. સ્પંદના કોંગ્રેસ પાર્ટીની સોશિયલ મીડિયા પર મોટી હાજરી નોંધાવવાનો શ્રેય આપવામાં આવે છે. કારણ કે, કોંગ્રેસને સોશિયલ મીડિયા પર ઉંચસ્થાન પર લઈ જવા મહત્વનું યોગદાન છે.
શું કોંગ્રેસના સોશિયલ મીડિયા પરથી દુર થઈ દિવ્યા સ્પંદના ?
નવી દિલ્હીઃ કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ ટ્વીટર એકાઉન્ટ છોડી દીધું છે. તેમના ટ્વીટર એકાઉન્ટ પર કોઈ ટ્વીટ જોવા મળતું નથી. બાદમાં તેમનું એકાઉન્ટ ટ્વીટર પર દેખાવાનું બંધ થયું છે, પરંતુ હજુ સ્પષ્ટ થયું નથી કે તેઓ કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમનો ભાગ છે કે નહીં.
શું કોંગ્રેસના સોશિયલ મીડિયા પરથી દુર થઈ દિવ્યા સ્પંદના
લોકસભા ચૂંટણી 2019માં મળેલી હાર બાદ કોંગ્રેસમાં વિચાર-વિમર્શનો વિવાદ ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં પરાજય પછી કોંગ્રેસે ટેલિવિઝન પરની ચર્ચામાં પેતાના પ્રવકતાઓને એક માસ સુધી ન મોકલવાનો નિર્ણય કર્યો છે.