દેશભરમાં CAA અને NRC મુદ્દે કયાંક સમર્થન રેલી તો કયાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. એવામાં ગુરૂવારે દિલ્હીમાં વિશ્વવિદ્યાલયમાં આર્ટસ ફેકલ્ટી દ્વારા CAA અને NRC વિરૂદ્ધ ગાંધી કોલિંગ બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને સામાજિક કાર્યકર તુષાર ગાંધી પણ જોડાયા હતા.
તુષાર ગાંધીએ આ કાયદાને બંધારણ વિરોધી ગણાવ્યો છે. આ સાથે પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, આ સરકાર બંધારણની સાથે ચેડા કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફ્રેન્ચ ફોટોગ્રાફર હેનરી કાર્ટિયર બ્રેસો દ્વારા ગાંધીની હત્યા બાદની જે ફોટો લેવામાં આવી હતી, તે ગાંધી સ્મૃતિમાંથી વડાપ્રધાનના આદેશથી હટાવવામાં આવી છે, તેવો આક્ષેપ તુષાર ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. આ કડીમાં આગળ જણાવ્યું કે તે જગ્યા પર એલઈડી સ્ક્રિનની ડિસ્પ્લે લગાવવામાં આવી છે, આ જોઈને ખુબ જ દુઃખ થયું.