એમટીબી નાગરાજે કોંગ્રેસ નેતાઓને વચન આપ્યું કે તે ધારાસભ્ય સુધાકરને પણ પરત લઈ આવશે. સૂત્રોએ કહ્યું કે રામલિંગા રેડ્ડી પણ માની ગયા છે અને તે રવિવાર સુધી અંતિમ નિર્ણય લેશે.
કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક, બળવાખોર ધારાસભ્યો રાજીનામું પરત ખેંચવા તૈયાર
ન્યુઝ ડેસ્કઃ કર્ણાટકમાં ચાલી રહેલી હુંસાતુસી વધુ દિલચસ્પ બની છે. બળવાખોર ધારાસભ્ય અને સરકારમાં પ્રધાનપદ સંભાળતા એમટીબી નાગરાજે જાહેર કર્યુ કે તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી કોંગ્રેસમાં જ રહેશે. મુખ્યપ્રધાન કુમારસ્વામી અને સિદ્ધારમૈયાએ એમબીટી નાગરાજને મનાવ્યા બાદ તેઓએ આ નિર્ણય લીધો છે.
ત્રણેય રાજકીય પક્ષોના ધારાસભ્યોએ સોમવાર સુધી પોતાની હોટલોમાં રોકાવાનો નિર્ણય કર્યો છે. તેમજ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. મુંબઈમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યો ચાર્ટડ વિમાન મારફતે શિરડી પહોંચ્યા છે. જ્યાં તેમણે સાંઈ બાબાના દર્શન કર્યા. બીસી પટેલે કહ્યું કે, 'અમે અહીં દર્શન માટે આવ્યા છે અને જલ્દી જ નવી સરકાર રચાશે.' સુપ્રીમ કૉર્ટમાં મંગળવારે કર્ણાટક વિધાનસભાની અરજી મુદ્દે સુનવણી કરશે. કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરના વધુ પાંચ બળવાખોર ધારાસભ્યોએ કૉર્ટનો સહારો લીધો છે.
આનંદ સિંહ, મુનીરત્ના, કે સુધાકર, એમટીબી નાગરાજૂ અને રોશન બેગે પોતાની અર્જીમાં દાવ કર્યો છે કે અરજીમાં ધારાસભ્યોએ કહ્યું કે, રાજીનામું આપવું એ ધારાસભ્યોનો મૌલિક અધિકાર છે.
તેમણે સ્પીકર દ્વારા રાજીનામું ન સ્વીકારવાની બાબતને ગેરબંધારણીય ગણાવી છે. તેમણે રાજીનામા સ્વીકાર ન કરવા મુદ્દે પદભ્રષ્ટ કરવાની શંકાઓ વ્યક્ત કરી છે. તેમને સરકારને સમર્થન કરવાના દબાણની વાત કરી છે.