ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રમ્પની નિક્સન મુવમેન્ટ- વધી રહેલા વિરોધ વચ્ચે કાયદા અને વ્યવસ્થાનું પત્તુ રમવાની જરૂર પડશે - Order Card Amid Raging Protests

અશ્વેત અમેરિકી જ્યૉર્જ ફ્લૉઇડના શ્વેત પોલીસ અધિકારીએ કરેલી ક્રૂરતાના પગલે થયેલા મૃત્યુના લીધે અમેરિકા અને વિશ્વના અનેક મોટાં શહેરોમાં સામૂહિક વિરોધ ફાટી નીકળ્યો છે.

ટ્રમ્પની નિક્સન મુવમેન્ટ
ટ્રમ્પની નિક્સન મુવમેન્ટ

By

Published : Jun 14, 2020, 1:30 AM IST

અમેરિકા: 25 મેના રોજ મિનેપૉલિસમાં એક દુકાનની બહાર ફ્લૉઇડની ધરપકડ થઈ હતી. પોલીસ અધિકારી ડેરેક ચોવિને મિન્નેસોટાને રીતસર ઘેરી લીધું હતું અને તેમને લગભગ નવ મિનિટ સુધી ફ્લૉઇડના ગળા પર ઘૂંટણ દબાવી દીધાં હતાં. ફ્લૉઇડ કહેતો રહ્યો કે 'હું શ્વાસ નથી લઈ શકતો' તેમ છતાં આ થતું રહ્યું. બાદમાં હૉસ્પિટલમાં તેને મૃત જાહેર કરાતાં અમેરિકાનાં અનેક રાજ્યોમાં કૉવિડ-19 રોગચાળાની વચ્ચે વ્યાપક વિરોધ પ્રદર્શનો અને સભાઓ શરૂ થઈ ગયા. આફ્રિકી અમેરિકનો અને અશ્વેત સમુદાય માટે ન્યાય માગવા માટે આ થઈ રહ્યું હતું. મંગળવારે ફ્લૉઇડના અંતિમ સંસ્કાર થયા અને તેમની દફનવિધિ થઈ. અંતિમ સમારોહથી અશ્વેત સમુદાયે અમેરિકામાં સદીઓથી એટલે કે દાસત્વ કાળ અને નાગરિક અધિકાર ચળવળથી શરૂ કરીને જે સંઘર્ષ આદર્યો છે તેની સ્મૃતિ તાજી થઈ ગઈ.

ટ્રમ્પની નિક્સન મુવમેન્ટ- વધી રહેલા વિરોધ વચ્ચે કાયદા અને વ્યવસ્થાનું પત્તુ રમવાની જરૂર પડશે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં તમિર રાઇસ, માઇકલ બ્રાઉન અને એરિક ગાર્નરનાં આ જ રીતનાં મૃત્યુ પછી અમેરિકાનાં રાજ્યોમાં #BlackLivesMatter એ અશ્વેતોના ભેગા થવા માટેનું આહ્વાન બની ગયું છે. તાજા વિરોધ પ્રદર્શનો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ન્યૂ યૉર્કમાં નિયંત્રણો છેવટે હળવાં કરાઈ રહ્યાં છે. ન્યૂ યૉર્કે કોવિડ-19ના લીધે સૌથી વધુ સંખ્યામાં મૃત્યુ જોયાં છે અને એવો ભય સેવાઈ રહ્યો છે કે વિરોધ કરનારા ટોળાઓ દ્વારા કોરોના વાઇરસનો ફેલાવો હજૂ વધી શકે છે. 1930ના દાયકાની મહામંદી બાદ બેરોજગારીમાં ખૂબ જ વધારો અને આર્થિક કથળેલી સ્થિતિ પણ છે.

વરિષ્ઠ પત્રકાર અને સ્તંભલેખિકા સીમા સિરોહી લગભગ બે દાયકાથી યુએસમાં રહે છે. તેમને લાગે છે કે, આ વખતે વિરોધ પ્રદર્શનો અલગ અને વધુ મહત્ત્વપૂર્ણ છે. પોલીસ ક્રુરતાને દોષી ગણાવીને થતા અશ્વેત સમુદાયના લોકોનાં મૃત્યુના ભૂતકાળના બનાવોના સ્પષ્ટ પુરાવા હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે છે પરંતુ જ્યૉર્જ ફ્લૉઇડના કિસ્સામાં, વીડિયો ફૂટેજ સ્ફટિક જેવું સ્પષ્ટ છે અને તેને જોવો દુઃખદાયક છે. તેના કારણે ગુસ્સો આટલો બધો ભડક્યો છે. "અત્યાર સુધી તે શાંતિપૂર્ણ છે.

નોંધનીય વાત એ છે કે હવે સતત વિરોધનો લગભગ 11મો કે 12મો દિવસ છે. મોટાં અમેરિકી શહેરોમાં એક પછી એક પછી એક દિવસ. લોકો કંઈક નક્કર પરિવર્તનની માગણી કરી રહ્યા નથી. એક માંગણી પોલીસનું ભંડોળ અટકાવવાની માંગણી છે. પોલીસમાં સુધારા કરવાની પણ એક માગણી છે. ડેમોક્રેટ સાંસદોએ અમેરિકાના હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવમાં આ મુદ્દાઓ પૈકી કેટલાકને ઉકેલવા માટે ખરડાની દરખાસ્ત કરી છે. વિરોધો ચાલુ રહ્યા છે તે હકીકતનો અર્થ થાય છે કે આ વખતે લોકો ઘરે પાછા જઈ નથી રહ્યા.

"તે રોગચાળાની વચ્ચે આવ્યા છે. ઊંચી બેરોજગારી 4 કરોડ અમેરિકી લોકો બેરોજગાર છે. લોકોને સમાજમાં શું ચાલી રહ્યું છે તે સમજવા મજબૂર કરાય છે અને વીડિયો એટલો સ્પષ્ટ હતો કે, તેમાં શું થયું તે દેખાય છે. આથી લોકોને તે બાબતે કોઈ દ્વિધા નથી." તેમ વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વૉશિંગ્ટન ડીસીથી વાત કરતા સિરોહીએ જણાવ્યું હતું.

વિરોધકારોની મહત્ત્વની માગણીઓ પૈકીની એક પોલીસમાં સુધારાઓને સુનિશ્ચિત કરવાની છે. અમેરિકાના વિરોધ પક્ષના ડેમોક્રેટ સાંસદો પોલીસ હિંસા અને વંશીય અન્યાયનો હલ લાવવા કાયદામાં પરિવર્તન લાવવા માટે ધરમૂળથી બદલી નાખનારા પેકેજને ખુલ્લું કરી રહ્યા છે. આ પેકેજમાં પોલીસને શંકાસ્પદને ઘેરવાના કૃત્ય અથવા વંશીય રીતે લક્ષ્ય બનાવવા પર પ્રતિબંધ મૂકવાની યોજનાઓ છે. પોલીસને ભંડોળ આપતું અટકાવવાના આત્યંતિક આહ્વાનો પણ છે જેને ટ્રમ્પે સ્પષ્ટ ના કહી છે.

વિરોધો અને પ્રદર્શનો હજૂ ચાલુ છે ત્યારે તમામ 50 રાજ્યમાં ગ્રામીણ સમુદાયોમાં પણ પહોંચ્યા છે અને તે બહુ વંશીય છે. પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ ટીપ્પણી બદલ અને પરિસ્થિતિને સંભાળવાની રીત બદલ ખૂબ જ ટીકા થઈ રહી છે. પોલીસ વડાઓ, સેના અને જેમ્સ મેટ્ટિસ સહિતના પૂર્વ સંરક્ષણ પ્રધાનોએ તેમના નેતૃત્વ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને વિરોધોને ખાળવા સેનાના દળોના ઉપયોગ બદલ ટીકા કરી છે. આ વિરોધો કેટલાંક સ્થાનોએ લૂંટ અને ચોરીના કેટલાક અપરાધી બનાવો તેમજ અરાજકતાને બાદ કરતાં મોટા ભાગે શાંતિપૂર્ણ રહ્યા છે. જો કે, સીમા સિરોહી માને છે કે. ડૉનાલ્ડ ટ્રમ્પ હજૂ પણ નવેમ્બરમાં પ્રમુખપદની આવનારી ચૂંટણીમાં પરિસ્થિતિને ફેરવી શકે છે. તેમ કરવા માટે ટ્રમ્પે પૂર્વ પ્રમુખ રિચાર્ડ નિક્સનની નોંધપોથીમાંથી પાનું ઉઠાવી કાયદા અને વ્યવસ્થાનું પત્તુ રમવાની જરૂર પડશે.

ડૉનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર પરિસ્થિતિમાં જે રીતે પગલાં લીધાં છે તે સંભવત: તેમના લાભમાં જઈ શકે છે. કારણ કે, તેઓ અત્યારે પોતાની જાતને કાયદા અને વ્યવસ્થાના પ્રમુખ ગણાવી રહ્યા છે. રિચાર્ડ નિક્સને આવું જ 1968માં કર્યું હતું. રિચાર્ડ નિક્સન જીતી ગયા હતા કારણ કે, અમેરિકામાં અશ્વેત સહિત અનેક લોકો પોલીસનું ભંડોળ અટકાવવા માંગતા ન હતા. હકીકતે તેઓ વધુ ચોકી (પોલિસિંગ) અને સારી ચોકી (પોલિસિંગ) ઈચ્છતા હતા. તમે પોલીસ વગર કેવી રીતે ચલાવી શકો? અપરાધીઓ એકબીજાને મારી રહ્યા છે. ચોરી, ધાડ કરી રહ્યા છે. તો તમારે પોલીસની તો જરૂર પડવાની જ છે. આત્યંતિક ડાબેરીઓ દ્વારા આ (પોલીસનું ભંડોળ અટકાવવાની) વાહિયાત માંગણી છે. જરૂરી એ છે કે, પોલીસમાં સુધારાઓ થાય. તેમ સિરોહીએ જણાવ્યું હતું.

સીમા સિરોહીએ વધુંમાં જણાવ્યું કે, અમેરિકા, યુકેથી લઈને ફ્રાન્સ સહિતના વિશ્વના મોટાં રાજધાની શહેરોમાં આક્રોશ સાથે વિરોધ પ્રદર્શનોની તસવીરોએ તેમની ત્વચાના રંગના આધારે સમુદાયો સાથે ભેદભાવ કરવાના અને દાસત્વ સાથે સંકળાયેલા સંસ્થાનવાદી ભૂતકાળ પર પ્રકાશ પાછો ફેંક્યો છે. યુકેમાં રવિવારે વંશીયવાદ વિરોધી વિરોધકારોએ 19મી સદીના અંગ્રેજ દાસ વેપારી ઍડ્વર્ડ કૉલ્સ્ટનની મૂર્તિને બ્રિસ્ટૉલ બંદરગાહમાં ફેંકી દીધી હતી. અમેરિકી રાજકીય ગલીમાં થનગનતા જૂથ ભારતીય-અમેરિકી સમુદાયની સામે તેમનાં બેવડાં ધોરણો સામે પણ અનેક ભારતીયો પ્રશ્ન કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા જેવી સેલિબ્રિટીઓ #BlackLivesMatter અંગે બોલી છે પરંતુ તેની ભારતીય ઉદારવાદીઓએ ટીકા કરી છે. કારણ કે, તેઓ પોલીસની ક્રુરતા પર મૌન છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે સીએએ વિરોધી પ્રદર્શનોના પગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતના પરિસરોમાં વિદ્યાર્થીઓ અને લઘુમતીને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે.

"પ્રિયંકા ચોપરાએ આજે #BlackLivesMatter વિશે જે કહ્યું તે, પણ તેણે ભારતમાં પ્રદર્શનો અંગે સંપૂર્ણ મૌન રાખ્યું. તે સામાન્ય રીતે ભાજપ સરકાર બાજુ હોય છે. ભારતીય અમેરિકીઓની યુવા પેઢી ખૂબ જ બોલકી, ખૂબ જ લોકતાંત્રિક અને અત્યંત ડાબેરી છે. જ્યારે તેમના પોતાના પર પ્રશ્ન આવે છે ત્યારે મને લાગે છે કે ભારત સરકાર પર દબાણ હશે. માનો કે નવેમ્બરમાં ડેમોક્રેટ ચૂંટણી જીતી જાય તો પરિસ્થિતિ ખૂબ જ જુદી હશે." તેમ સીમા સિરોહીએ જ્યારે તેમને ભારતમાં સંપ્રદાય કે શ્રદ્ધા આધારિત ભેદભાવો સામે વિરોધ પ્રદર્શનોને સંભાળવાની વાત આવે છે ત્યારે ભારતીય-અમેરિકી સમુદાયમાં આ વિરોધ પ્રદર્શનોની વાતચીત પર શું અસર છે તેવું પૂછતા જણાવ્યું હતું.

- સ્મિતા શર્મા

ABOUT THE AUTHOR

...view details