નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ બે દિવસના ભારતના પ્રવાસના પહેલા દિવસે તેમને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તાજમહેલને નિહાળ્યો હતો. જ્યારે મંગળવાર અને પ્રવાસના બીજા દિવસે જાણો પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિવિધ કાર્યક્રમો...
રાષ્ટ્રપતિને મળ્યા બાદ ટ્ર્મ્પ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લેશે, અને ત્યાં વ્યાપારિક કરાર પર હસ્તાક્ષર કરશે, અને પ્રેસ મિટીંગ કરી કરારની જાણકારી આપશે.
મહત્વનું છે કે, ત્યારબાદ તેઓ આગળના કાર્યક્રમ માટે ટ્રમ્પ રૂજવેલ્ટ હાઉસ પહોંચશે, અને ત્યા બિજનેસ ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ અમેરિકાના ભારતમાં આવેલ દૂતાવાસ પહોંચશે, અને છેલ્લે રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી જર્મની માટે રવાના થશે, અને જર્મનીથી તેઓ અમેરિકા પહોચશે.
જાણો ટ્રંપનો બીજા દિવસનો કાર્યક્રમ
સવારે 9.55થી 10.15 સુધીમાં રાષ્ટ્રપતિ ભવન પહોચશે અને સ્વાગત સમારોહમાં ભાગ લેશે.
સવારે 10.45થી 11 વાગ્યા સુધી રાજઘાટ પર પહોચશે.