ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણામાં TRS કાર્યકરોએ ભાજપ સાંસદના કાફલા પર હુમલો કર્યો - તેલંગાણા સમાચાર

તેલંગાણામાં TRSના નારાજ કાર્યકરોએ ભાજપ સાંસદ ધર્મપુરી અરવિંદના કાફલા પર હુમલો કર્યો હતો. ભાજપ નેતા દ્વારા મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ વિરુદ્ધ કરેલી ટિપ્પણીથી કાર્યકરો નારાજ હતા.

ભાજપ સાંસદના કાફલા પર હુમલો
ભાજપ સાંસદના કાફલા પર હુમલો

By

Published : Jul 13, 2020, 5:21 PM IST

હૈદરાબાદ: તેલંગાણા રાષ્ટ્ર સમિતિના (TRS) કાર્યકરોએ રવિવારે ભાજપના સાંસદ ધર્મપુરી અરવિંદના કાફલા પર હુમલો કર્યો હતો. શાસક પાર્ટી TRSના કાર્યકરોએ તેમના કાફલા પર પત્થરો અને ઇંડા ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે તેઓ એક પત્રકાર પરિષદમાં સંબોધન કરીને ભાજપ કાર્યાલયની બહાર આવી રહ્યા હતા.

મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ સામે ભાજપના નેતાએ કરેલી ટિપ્પણી પર TRS ના કાર્યકરો ગુસ્સે થયા હતા. કાર્યકરોએ કાફલાને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

જોકે આ હુમલામાં સાંસદ ધર્મપુરી અરવિંદને કોઇ નુકસાન નથી પહોંચ્યું. પોલીસે વિરોધીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વિરોધીઓએ કાફલા ઉપર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન વિરોધીઓએ ભાજપ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે TRS કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details