ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટીઆરએસના ધારાસભ્ય રામલિંગા રેડ્ડીનું નિધન - રામલિંગા રેડ્ડીનું નિધન

ટીઆરએસએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, સિદ્દિપેટ જિલ્લાના દુબ્બકના ધારાસભ્ય રેડ્ડીનું આજે સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે.

TRS MLA Ramalinga Reddy
TRS MLA Ramalinga Reddy

By

Published : Aug 6, 2020, 5:45 PM IST

હૈદરાબાદ: તેલંગાણામાં શાસક ધારાસભ્ય રામલિંગા રેડ્ડીનું ગુરુવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 59 વર્ષના હતા.

ટીઆરએસએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, સિદ્દિપેટ જિલ્લાના દુબ્બકના ધારાસભ્ય રેડ્ડીનું આજે સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. પગમાં ખામીને કારણે તેમની જેની સારવાર ચાલી રહી હતી.

મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ, તેમના ઘણા કેબિનેટ સાથીઓ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એન. ઉત્તમકુમાર રેડ્ડી અને ઘણા રાજકારણીઓએ રામલિંગાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.

રામલિંગા રેડ્ડીનો જન્મ 1961માં થયો હતો. રાજકારણમાં જોડાતા પહેલા તે પત્રકાર હતા. તે 2004, 2014 અને 2018 માં વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા.

તો મુખ્યપ્રધાને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી અને તેમના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી.

ABOUT THE AUTHOR

...view details