ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કારગિલ વિજય દિવસ : 21મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ - બીજેપી અધ્યક્ષ નડ્ડા

કારગિલમાં ભારતીય સેનાના વિજય પરાક્રમ અને શૌર્યની એવી ગાથા છે, જે અનેક પેઢીઓ સુધી પ્રેરણા મળતી રહેશે. આજે કારગિલ દિવસની 21મી વર્ષગાંઠ છે. આ અવસર પર દેશ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. સંરક્ષણપ્રધાન આજે નેશનલ વૉર મેમોરિયલ જઇને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ગૃહપ્રધાન અમિત શાહે પણ શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ
કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

By

Published : Jul 26, 2020, 12:06 PM IST

નવી દિલ્હી : કારગિલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ પર આજે આખો દેશ શહીદોને નમન કરી રહ્યો છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ પણ નવી દિલ્હીમાં આવેલ નેશનલ વૉર મેમોરિયલ જઇને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનાથ સિંહની સાથે રક્ષા રાજ્યપ્રધાન શ્રીપદ નાઇક અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ હાજર રહેશે.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રાજનાથ સિંહે વિઝિટ બુકમાં એક સંદેશ પણ લખ્યો હતો. આ ઉપરાંત ત્યાં નૌસેના પ્રમુખ કરમબીર સિંહ, જનરલ એમએમ નરવણે અને વાયુસેના પ્રમુખ ભદૌરિયાએ પણ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, વિજ્ય દિવસ આપણા સશસ્ત્ર દળોની નિડરતા ,દૃઢ સંકલ્પ અને વીરતાનો પ્રતીક છે. હું તે સૈનિકોને નમન કરૂ છું. જેમણે દુશ્મનોનો મુકાબલો કર્યો અને ભારત માતાની રક્ષા કરી પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દીધા હતા. રાષ્ટ્ર હમેશાં તેનું અને તેમના પરિવારનું આભારી છે.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ પણ ટ્વીટ કરીને શહીદોને યાદ કર્યા હતા. તેમણે લખ્યું કે આજે ઓપરેશન વિજયની 21મી વર્ષગાંઠ છે. તેમની કારગિલની લડાઇમાં મહત્વની ભૂમિકા રહી છે. અને સેના એ પાકિસ્તાનને પરાજિત કર્યું હતું.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને શહિદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહે કહ્યું કે, માતૃભૂમિની રક્ષા માટે સમર્પિત ભારતના વીરો પર દેશને ગર્વ છે.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કરીને શહીદોને નમન કર્યું હતું. કારગિલ વિજ્ય દિવસ વાસ્તવમાં ઉત્કૃષ્ટ સૈન્ય સેવા, અનુકરણીય વીરતા અને બલિદાનની ભારતની ગૌરવશાળી પરંપરાનો ઉત્સવ છે. રાજનાથ સિંહે ટ્વીટમાં લખ્યું કે, કારગિલ યુદ્ધમાં પોતાના શરીરના અંગોને ગુમાવનાર ઘણા સૈનિકો આજે પણ પોત પોતાના સ્થળોએ રહીને દેશની સેવા કરી રહ્યા છે. તેમણે લખ્યું કે આવા સૈનિકોએ દેશની સામે ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ભારતીય સેનાએ સૈનિકોના પરાક્રમથી જોડાયેલ એક વીડિયો પ્રસ્તૃત કરીને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સેનાએ ટ્વીટમાં લખ્યું કે, કારગિલમાં પ્રાપ્ત થયેલો વિજય એ અમર બહાદુરીની ગાથા છે.

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ પણ ટ્વીટ કરીને કારગિલ શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, વિશ્વ તેનું ઋણી રહેશે.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કારગિલ શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

એક વીડિયો ટ્વીટમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે લખ્યું કે, આપણા બહાદુર સૈનિકો અને શહીદોને કારગિલ વિજય દિવસ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

કેન્દ્રીય રાજ્યપ્રધાન પ્રતાપ સારંગીએ પણ કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું છે કે સૈનિકોની બહાદુરી હંમેશાં ભારત દેશ પ્રત્યે બલિદાનની પ્રેરણા આપે છે.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ભારત સહિત વિદેશમાંથી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

કારગિલ વિજય દિવસ : 21 મી વર્ષગાંઠ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

ABOUT THE AUTHOR

...view details