પોલીસે આરે કૉલોની તરફ જતાં તમામ રસ્તાઓને બંધ કરી દીધા. તેમજ કૉલોનીથી ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં અવરજવર ઉપર પ્રતિબંધ મુકી દીઘો હતો. ઉપરાંત પોલીસે 100થી વધુ લોકોની અટક કરી હતી.
આ સાથે બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ફિલ્મકાર ઓનિર સહિત કેટલાયે લોકોએ ટ્વિટર ઉપર આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમજ કાપેલા વૃક્ષના વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થયુ છે. તેમ છતાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સત્તાધારી પક્ષની ટીકા કરી હતી.