રાજસ્થાન (બાડમેર): બાડમેર જિલ્લામાં માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં કલાકો સુધી એક મૃતદેહ પાસે અન્ય દર્દીની સારવાર ચાલી રહી હતી, ત્યારે મૃતદેહ પાસે મૃતકનો માસુમ ભાઈ વલખા મારતો હતો. આ દ્રશ્ય પર હોસ્પિટલ પ્રશાસને ધ્યાન પણ આપ્યું નહોતું. આમ, હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહી સ્પષ્ટ જોવા મળી હતી.
રાજસ્થાનમાં હોસ્પિટલની ઘોરબેદરકારી, ભાઈના મૃતદેહનો હાથ પકડી યુવક રોતો રહ્યો પ્રશાસનને ધ્યાન પણ ન આપ્યું - Principal Medical Officer
રાજસ્થાનના બાડમેર જિલ્લા હોસ્પિટલમાં એક દુ:ખદ ઘટના બની છે. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં મૃતદેહ વચ્ચે અન્ય દર્દીની સારવાર ચાલી રહી હતી, તો પણ હોસ્પિટલ પ્રશાસનું આ મૃતદેહ તરફ ધ્યાન પણ ન ગયું નહોતું. જ્યાં મૃતકનો ભાઈ મૃતકનો હાથ પકડી રોઈ રહ્યો હતો. આ સમગ્ર મામલે હોસ્પિટલના પીએમઓ ડૉકટર બીએલ મંસૂરિયા સાથે વાતચીત કરવામાં આવી હતી.
બાડમેરના રાય કોલોનીનો રહેવાસી રાજેશ કુમારની તબિયત લથડતા તેમને જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું મૃત્યું થયુ હતું. આ સમગ્ર ઘટના વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો કે, તમારા રુવાંડા ઉભા થઈ જશે. જે બેડ પર પર રાજેશની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ પ્રશાસને મૃતદેહ પર કપડું નાંખી મૃતદેહ પાસે અન્ય દર્દીની સારવાર કરી હતી.
હોસ્પિટલના વોર્ડમાં મૃતકનો ભાઈ તેમના ભાઈનો હાથ પકડીને બેઠો છે. જેને વિશ્વાસ છે કે, તેમના ભાઈની સારવાર ચાલી રહી છે. તેમને ખ્યાલ ન હતો કે, જે ભાઈનો હાથ પકડીને બેઠો છે, તેમનું મોત થઈ ગયુ છે. આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહી સ્પષ્ટ જોવા મળી હતી.