ચૂંટણી પંચને મળનારા આ પ્રતિનિધિમંડળમાં રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ, ભુપેન્દ્ર યાદવ, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, મુકુલ રૉય, કૈલાશ વિજયવર્ગીય સહિત ધણા નેતા સામેલ હતાં. ભાજપે અપીલ કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળને સંવેદનશીલ રાજ્ય જાહેર કરવામાં આવે. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી માટે એક મીડિયા નિરીક્ષકની પણ નિયુક્તિ કરવામાં આવે.
ચૂંટણી પંચ પાસે BJPની માંગ- બંગાળને સંવેદનશીલ રાજ્ય જાહેર કરો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં તૃલમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે સીધી ટક્કર છે, કે પછી અવું કહેએ કે આરપારની લડાઈ થવાની છે. બુધવારે ભાજપના નેતાઓએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને પશ્ચિમ બંગાળને સંવેદનશીલ રાજ્ય જાહેર કરવાની માંગ કરી છે.
ચૂંટણી પંચ સાથે મુલાકાત કર્યા બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે ચૂંટણી પંચ સામે પશ્ચિમ બંગાળને સંવેદનશીલ રાજ્ય જાહેર કરવાની માંગ કરી છે અને પશ્ચિમ બંગાળમાં બધા બૂથ પર પૈરામિલિટ્રી ફોર્સનો બંદોબસ્ત હોવાની પણ વાત કરી છે.
પ્રસાદે વધુમાં કહ્યું કે, બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યાં પોલીસ TMC કાર્યકર્તાને સમર્થન આપી રહી છે. ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવાથી પણ રોકવામાં આવે છે, અમારી માંગ છે કે, પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી થાય.