ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ, ખાનગી શાળાઓ બંધ - traffic rules

નવી દિલ્હીઃ ટ્રાફિક નિયમના કાયદાની વિવિધ જોગવાઈઓ વિરુદ્ધ યુનાઇટેડ ફ્રન્ટ ઑફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (યુએફટીએ) એ ગુરુવારે એક દિવસની હડતાલની જાહેરાત કરી છે. આ હડતાલને લઇને, દિલ્હી-NCRમાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

transport strike

By

Published : Sep 19, 2019, 11:59 AM IST

Updated : Sep 19, 2019, 2:07 PM IST

દેશમાં અમલમાં આવેલા નવા મોટર વાહન અધિનિયમના વિરોધમાં નોઈડામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન સંયુક્ત મોર્ચા હડતાલ પર ઊતર્યા છે. MV એક્ટના વિરોધમાં આજે રોડ પર વ્યાવસાયિક વાહન ચાલી રહ્યા નથી. દિલ્હીમાં આ હાલતને જોતા ઘણી શાળાઓએ રજાઓ જાહેર કરી દીધી છે, તો જ્યાં પરીક્ષાઓ ચાલે છે ત્યાં જ શાળાઓ ચાલુ રાખવામાં આવી છે. આ હડતાલમાં કેબ એસોસિએશન, બસ એસોસિએશન, બંપર એસોસિએશન, ક્રેન એસોસિએશન અને ઓટૉ એસોસિએશને સાથ આપ્યો છે.

દિલ્હીમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ, લોકોને મુશ્કેલી

ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે, નવા MV એક્ટમાં ચલણના 10 ગણા ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટરની કમર તોડી દીધી છે. દેશમાં મંદીના સમયમાં મોટર વ્હિકલમાં વધેલી દંડની રકમથી ટ્રાન્સપોર્ટ બંધ થવાની તૈયારીમાં છે.

Last Updated : Sep 19, 2019, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details