પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત દેશની કોઈ ટ્રાન્સજેન્ડરને ચૂંટણી માટે પ્રિસાઈડિંગ અધિકારી બનાવવામાં આવશે. પટનાની મોનિકા દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર બેન્કર છે. જે કેનરા બેન્કમાં કાર્યરત છે. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મોનિકા દાસ પ્રિસાઈડિંગ અધિકારી તરીકે એક બૂથની જવાબદારી સંભાળશે.
મતદાન કરવાથી લઈ મૉનિટરિંગ સુધીની જવાબદારી મોનિકા દાસ કરશે. મોનિકાને પ્રિસાઈડિંગ અધિકારી તરીકે 8 ઓક્ટોમ્બરના રોજ પ્રશિક્ષણ આપવામાં આવશે. મોનિકા પહેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર રિયા સરકાર પોલિંગ ઓફિસર બનાવવામાં આવી હતી. રિયા સરકારી શાળાની ટીચર છે.