ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઊર્જા ઉત્પાદક સંઘ માટે પરિવર્તનરૂપ: રશિયા-સાઉદી વચ્ચેનું તેલકિંમત યુદ્ધ - war between Russia and Saudi

ઊર્જાનો વપરાશ કરતી દુનિયા માટે તેલની કિંમતો અને પ્રવાહનું મહત્ત્વ છે. જે દેશો પાસે તેલ છે અને જે તેલ જેવા હાઇડ્રૉ કાર્બનની નિકાસ કરે છે તેઓ તેમનું ઉત્પાદન કે નિકાસ ઘટાડીને કે વધારીને કિંમતોમાં ચેડા કરાવવા સમર્થ હતા. પરિણામે આ દેશોનું વિશ્વનાં અર્થતંત્રો પર અને તેની આસપાસના ભૂરાજકારણ પર પ્રભાવ હતો.

Transformation for an energy-producing union: The oil price war between Russia and Saudi
ઊર્જા ઉત્પાદક સંઘ માટે પરિવર્તનરૂપ: રશિયા-સાઉદી વચ્ચેનું તેલકિંમત યુદ્ધ

By

Published : Mar 23, 2020, 10:01 AM IST

નવી દિલ્હી: તેલ બજારને નિયંત્રિત કરવા 1980ના દાયકામાં તેલ ઉત્પાદક દેશોના સંગઠન (ઓપેક)ની 15 સભ્ય દેશો સાથે સ્થાપના કરવામાં આવી. રશિયા આ સમૂહનો ભાગ નહોતો પરંતુ ઓપેક પ્લસ તરીકે જાણીતી તેમની બેઠકોમાં તે ભાગ લેતું હતું.

ઑપેક પરસ્પર શાબાશી આપવાની એકહથ્થુ મંડળી તરીકે કામ કરતું રહ્યું છે. રશિયા અને અમેરિકા જે અત્યારે શેલ ગેસનું અગ્રણી ઉત્પાદક છે તે પણ મોટી ક્ષમતા સાથે હવે સ્વતંત્ર ખેલાડી છે જે તેલની કિંમતોમાં ચેડા કરવા સક્ષમ છે.

માર્ચની શરૂઆતમાં, કોરોના વાઇરસ ફાટી નીકળ્યો તેને સમાંતર તેલની કિંમતોમાં ઘટાડો થયો કારણકે માગ ઘટી ગઈ, ખાસ કરીને ચીન, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોએ તેલની આયાત ઘટાડી દીધી. સાઉદી અરેબિયાએ કાચા તેલ, જે પ્રતિ બેરલ 50 ડૉલરે વેચાઈ રહ્યું હતું, તેની કિંમતો ઘટાડવા તેલના ઉત્પાદનમાં કાપ મૂકવા દરખાસ્ત કરી. રશિયાના પ્રમુખ પુતીને ઉત્પાદનમાં કાપ મૂકવા નકારી દીધું અને ઊંચા પ્રમાણમાં ઉત્પાદન ચાલુ રાખ્યું.

રશિયન ‘નયેત’નાથી તેલની કિંમતો 1991માં અખાતનું યુદ્ધ થયું તે પછી સૌથી નીચેના સ્તરે ચાલ્યા ગયા.

સાઉદી અરેબિયા જે પોતાની જાતને વિશ્વની તેલ મહાસત્તા તરીકે જુએ છે તેણે પુતીન સામે આંખના બદલામાં આંખ જેવો બદલો લેવાનો નિર્ણય કર્યો. તેણે કાચા તેલની કિંમતોમાં કાપ તો મૂક્યો જ પરંતુ સાથે જ સાઉદી તેલનું ઉત્પાદન પણ વધારી દીધું.

તેનાથી તેલના ભાવ વધુ ઘટીને 30 ડૉલર પ્રતિ બેરલે પહોંચી ગયા. ગૉલ્ડમેન સાચ્સે આગાહી કરી છે કે તે હજુ ઘટીને 20 ડૉલર પ્રતિ બેરલે પહોંચી શકે છે.

તો કોને આમાં નુકસાન થયું અને કોને ફાયદો? રશિયા કે જે તેલના નફા પર આટલું બધું આશ્રિત છે તેણે આવું જોખમ લીધું?

પુતીનની તેલની રમત માટે અનેક કારણો અપાઈ રહ્યાં છે. એક, રશિયાએ વર્ષ 2015માં તેલમાં જે આઘાત અને મંદી આવી હતી તે પછી મોટું નાણાકીય અને સોનાની રીતે અનામત ભેગાં કરી લીધાં છે અને તેના બજેટને ચુસ્ત બનાવી દીધું છે. યુક્રેઇન સાથે સંઘર્ષના મુદ્દે પશ્ચિમે રશિયા સામે જે આર્થિક પ્રતિબંધો લાદ્યા છે તેનાથી રશિયાને તેના અર્થતંત્રને લગભગ યુદ્ધની જ સ્થિતિ હોય તે રીતે આયોજન કરવા માટે પ્રેર્યું છે.

તો પછી જેમ અનુમાન કરાય છે તેમ તેલના ભાવમાં ઘટાડાથી રશિયાને કોઈ ફટકો નહીં પડે. હકીકતે તે આરબ અને ઑપેકમાં અન્યોને ભારે ફટકો પાડી રહ્યું છે. રશિયા સાઉદી સાથે તેના સારા સંબંધો અને છેલ્લાં ત્રણ વર્ષથી તેલના ભાવ પર તેની સાથે સહયોગની ગમે તે વાત કરતું હોય, પરંતુ જે રીતે સાઉદીએ સિરિયામાં આસાદ પ્રશાસનને રશિયાના સૈન્ય ટેકાનો વિરોધ કર્યો અને પશ્ચિમ એશિયામાં રશિયાની નીતિનો વિરોધ કર્યો તેનાથી રશિયનો ક્રોધિત છે. આથી રશિયા સાઉદીને નુકસાન કરીને તેને તેનું ભૂરાજકીય સ્થાન બતાવી દેવામાં સમર્થ રહ્યું છે.

બીજું, અમેરિકા તેલનું અગ્રણી ઉત્પાદક, નિકાસકાર અને તેલનું વપરાશકાર રહ્યું છે કારણકે શેલ ગેસ બજાર પર રશિયા અને સાઉદીના પ્રભુત્વને પડકારી રહી છે અને સંબંધિત મહત્ત્વનાં બજારો દ્વારા તેના તેલ નફા અને ભાવનો ફાયદો ઉઠાવી રહી છે. પરંતુ આ તેલની કિંમતની લડાઈમાં, અમેરિકાને પણ તેની કિંમતો અને ઉત્પાદન બંને ઘટાડવાની ફરજ પડી છે. તેના લીધે અમેરિકાના તેલના શૅરોમાં ગાબડાં પડ્યાં છે, શૅલે કંપનીના કામદારોને છુટા કરવાની ફરજ પડી છે. પ્રમુખ ટ્રમ્પને અમેરિકાની તેલ કંપનીઓની ચિંતા છે.

આ બાબત પુતીનનો હાથ ઉપર મૂકે છે કારણકે કોઈક તબક્કે પ્રમુખ ટ્રમ્પને રશિયા સાથે વાટાઘાટ કરવાની ફરજ પડશે. પુતીન પાસે હવે અમેરિકાનો હાથ મચકોડવાની ક્ષમતા છે અને તેણે ઑપેકને એક જ ઝાટકામાં હાંસિયામાં ધકેલી દીધું છે. તે રશિયા પર પ્રતિબંધો દ્વારા દબાવવાના મુદ્દે અમેરિકાની ટીકા કરવા સક્ષમ છે. આ પ્રતિબંધો ગયા મહિને વધ્યા હતા જ્યારે અમેરિકાએ રશિયાની તેલ ક્ષેત્રની અગ્રણી કંપની રૉઝનેફ્ટ પર પ્રતિબંધો મૂકી દીધા હતા કારણકે તેણે અમેરિકાના પ્રતિબંધો હેઠળ રહેલા વેનેઝુએલાને તેલ વેચ્યું હતું.

ત્રીજું, રશિયાએ ચીન અને યુરોપ વગેરે જેવાં બજારો પણ તેના તેલ માટે સુરક્ષિત કરી લીધા છે. તો પુતીને બ્રિજની રમતમાં જેમ કહેવાય છે તેમ ચાલાકી કરી છે. પરંતુ સામાન્ય ગ્રાહકોનું શું?

એવું લાગે છે કે આ કથિત ‘મુક્ત બજારમાં કડાકા’માં ગ્રાહકોને ફાયદો છે, જ્યાં તેમને સસ્તી કિંમતે વાયુ મળશે. પરંતુ એ ત્યાં જ્યાં મોટી તેલ કંપનીઓ આવે છે. અમેરિકા અને અન્ય ઑપેક દેશોમાં, તેલ કંપનીઓ તેમની સરકાર પર દબાણ લાવી રહી છે કારણકે તેમનો નફો ઘટી રહ્યો છે.

આથી તેઓ રશિયા અને સાઉદી અરેબિયામાંથી જે સસ્તો પૂરવઠો આવે છે તેની સામે ટેરિફ અથવા સ્થાનિક તેલ કંપનીઓ અને રિફાઇનરીઓ માટે મોટી સબસિડી અને કરમાં કપાત માગે છે. દા.ત. ભારતમાં, વૈશ્વિક કાચા તેલના ભાવમાં કડાકા છતાં, ભારતીય સરકારે ઍક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે જેથી ગ્રાહકોને સસ્તું પેટ્રૉલ નહીં મળે, જોકે સરકારને ફાયદો થશે.

મોંઘવારી અને તેલની કટોકટી અંગેની ચિંતા કરતાં કોરોના વાઇરસની ચિંતા લોકો વધુ કરી રહ્યા છે ત્યારે મોટી ફાર્મા કંપનીઓની જેમ મોટી તેલ કંપનીઓ પણ જીતી જશે. આ જ રીતે મોટો દેશ પણ, સિવાય કે લોકો સમજે કે કોને ફાયદો છે અને કોને નુકસાન અને તેઓ પોતાના હિતમાં સામૂહિક રીતે કામ કરે.

(અનુરાધા ચિનોય દ્વારા લેખ. તેઓ જેએનયુમાં સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના નિવૃત્ત પ્રાધ્યાપક અને પૂર્વ ડીન છે.)

ABOUT THE AUTHOR

...view details