ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્કૂલના વિદ્યાર્થીએ વેસ્ટ સામગ્રીમાંથી એર પ્યુરિફાયર બનાવ્યું - એર પ્યુરિફાયર

નવી દિલ્હી: દિલ્હીના પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા 29માં ટ્રેડ ફેરમાં વિભિન્ન રાજ્યોમાંથી કોઈ ને કોઈ અનોખી વસ્તુને પ્રદર્શિત કરવામાં આવી છે. બીજી તરફ દિલ્હી પેવેલિયન દર્શકોને આકર્ષિત કર્યા છે. શિક્ષણ વિભાગના કાઉન્ટર પર પ્રદર્શિત થયેલ એર પ્યુરિફાયરે વેસ્ટ મટિરીયલમાંથી બનાવવામાં આવેલા રુમ એર પ્યુરિફાયર સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એન્ટરપ્રેનિયોર માઈન્ડસેટ કરિકુલમના પ્રોજેક્ટ વર્ક હેઠળ કરવામાં આવ્યું હતુ.

etv bharat

By

Published : Nov 25, 2019, 8:41 PM IST

સ્કૂલ પ્રોજેક્ટમાં બનાવ્યું એર પ્યુરિફાયર
દિલ્હીના દ્વારકા સેક્ટર-2ના ગવર્મેન્ટ કો એન્ડ સીનિયર સેકેન્ડરી સ્કૂલના 9માં ઘોરણમાં ભણતા આદિત્યએ કહ્યું કે, એન્ટરપ્રેનિયોર માઈન્ડસેટ કરિકુલમના પ્રોજેક્ટ વર્ક માટે તેમને નાણા આપવામાં આવ્યા હતા. જેમાંથી તેમણે ઉપયોગી વસ્તુ બનાવવાની હતી.

સ્કૂલના વિદ્યાર્થીએ વેસ્ટ મટિરીયલમાંથી એર પ્યુરિફાયર બનાવ્યું

પ્રદુષણ રોકવા માટે અનોખો વિચાર
આદિત્ય જણાવે છે કે, દિવાળીમાં પ્રદુષણના વધતા સ્તરને જોતા તેમને એ વિચાર આવ્યો કે, કોઈ એવું ઉપકરણ બનાવવું જોઈએ જેનાંથી પ્રદુષણના સ્તરને ઓછું કરી શકાય. જે માટે તેઓએ રુમ પ્યુરિફાયર બનાવ્યું છે. જેમાં શિક્ષકોએ તેમને તકનીકી મદદ કરી અને આચાર્યએ આર્થિક સહાય આપી.

ત્રણ માસ્ક ફિલ્ટર્સથી હવા થશે સ્વચ્છ
આદિત્યએ કહ્યું કે, આ પ્યુરિફાયરમાં CPUનો એગ્નોસ્ટ ફેન અને એક નોર્મલ ફેન લગાવવામાં આવ્યો છે. જેમાંથી એક પ્રદૂષિત હવાને અંદર ખેંચશે અને બીજો પંખો સાફ હવાને બહાર ફેંકશે. આ સિવાય આમાં ત્રણ માસ્ક ફિલ્ટર્સ પણ લગાવવામાં આવે છે. જેમાંથી એક ફિલ્ટર પ્રદૂષણના મોટા કણોને, બીજૂ બારીક કણોને અને ત્રીજૂ સૌથી પાતળા કણોને અલગ કરી હવા સ્વચ્છ કરશે.

ABOUT THE AUTHOR

...view details