લખનઉઃ ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 262 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 7701 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 213 લોકો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ 2837 સક્રિય કેસ છે. ઉત્તર પ્રદેશમાં કુલ 4651 લોકો કોરોના મુક્ત (સ્વસ્થ) થયા છે.
કોરોના અપડેટઃ ઉત્તર પ્રદેશમાં 262 નવા પોઝિટિવ કેસ, રાજ્યમાં કુલ 2837 સક્રિય કેસ - corona update
ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 7701 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 213 લોકોએ કોરોના વાઇરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના વાઇરસ
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ફેલાવો સતત વધી રહ્યો છે. ભારતમાં જીવલેણ વાઇરસના કુલ 1,81,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5,182 લોકોના મોત નીપજ્યા છે. હાલ ભારતમાં 90,703 સક્રિય કેસ છે. (આંકડા વર્લ્ડોમીટર મુજબ)