આ પૂરથી 33,55,837 લોકો પ્રભાવિત થયા છે. પૂરમાં ધેમાજી,બિસ્વનાથ, દરાંગ,નાલબાડી,ચિરાંગ, બોંગઇગાંમ,કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, કામરૂપ,મોરીગામ,નાગૌન,જોરહાટ,ગોલાહોટ જિલ્લાના 2000થી વધારે ગામડાઓમાં તેની અસર થઈ છે.વર્તમાનમાં પૂરથી કાંજીરંગા રાષ્ટ્રીય પાર્કનો લગભગ 90 ટકા ભાગ પૂરથી પ્રભાવિત થયો છે.
આસામ પૂરમાં 67 લોકો તથા 187 પશુઓના થયાં મોત - flood
ન્યૂઝ ડેસ્ક: આસામમાં પૂરની સ્થિતી સર્જાઈ છે. ત્યારે આ પૂરમાં હાલ સુધી 67 લોકોના મોત નિપજ્યા છે, તો આ સાથે જ 187 પશુઓના પણ મોત નિપજ્યા છે. જેમાં 100થી પણ વધારે હરણના મોત થયા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ અંગે કહ્યું કે, 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે. જેથી આંકડો 67 સુધી પહોંચ્યો છે. જો કે, રાજ્યમાં ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે.
ફાઇલ ફોટો
એક અધિકારીએ કહ્યું કે, હવે પાણીનું સ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે. જેથી પાણીનું સ્તર પણ નીચે જઈ રહ્યું છે. વન વિભાગના કર્મચારીઓ બચાવ કામમાં લાગી ગયા છે.
Last Updated : Jul 23, 2019, 2:45 PM IST