મેષ : આજે આપ પરિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્યની ચર્ચા વિચારણા કરશો. ઘરની કાયાપલટ કરવા માટે કંઇક નવી ગોઠવણી કરશો. કાર્ય સ્થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્યના મુદ્દે વિચાર વિમર્શ થાય. ઓફિસના કામ અર્થે સંદેશાવ્યવહાર અથવા વાટાઘાટો શક્ય બને. માતા તથા સ્ત્રી વર્ગ તરફથી લાભ થવાની શક્યતા છે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. વધુ પડતા કાર્યબોજથી તબિયતમાં અસ્વસ્થતા રહે.
વૃષભ : દેશાવર કાર્યમાં આગળ વધવા માટે તકો ઉજળી બને. વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. યાત્રાધામ કે દેવસ્થાનની મુલાકાત લેવાની ઇચ્છા થાય. આધ્યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન : આપને બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. બદનામી અને નિષેધાત્મક વિચારોથી દૂર રહેવું આપના હિતમાં રહેશે. વધુ પડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી, દરેકને આદર કરવો અને સૌને સહકાર આપવો.. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓપરેશન ન કરાવવાની સલાહ છે. ઇશ્વરની આરાધના, જાપ તેમજ આધ્યાત્મિકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.
કર્ક : આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્યક્તિ સાથે સંપર્ક તથા પ્રેમીઓ વચ્ચે ચર્ચા રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્નસુખ મળે. સમાજમાં આપનું માન- સન્માન વધે.
સિંહ : આજે આપનું મન હળવું રહે અને શારીરિક રીતે સ્ફૂર્તિ જળવાય તે માટે કામકાજનું અતિ ભારણ લેવાના બદલે વિરામ લેવાનું પસંદ કરજો. આમ કરવાથી તમે આપ્તજનોને વધુ સમય આપી શકશો અને સંબંધોમાં પણ મીઠાશ ભળશે. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે પરંતુ થોડા પ્રયાસોથી તે ટાળી શકશો. વધારે પરિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં.
કન્યા : ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે સંપર્ક થાય.