ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ કહ્યું- 'ઝારખંડના વિકાસ માટે ભાજપ સરકારની વાપસી જરૂરી' - meeting in Jharkhand

રાંચી: ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના રોજ છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડના જમશેદપુર અને ખૂંટીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ પહેલા મોદી 25 નવેમ્બરના ડાલટનગંજા અને ગુમલામાં રેલી કરી હતી. રાજ્યમાં બીજા તબક્કાની 20 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજાશે.

etv bharat
etv bharat

By

Published : Dec 3, 2019, 12:16 PM IST

Updated : Dec 3, 2019, 8:45 PM IST

ઝારખંડમાં બીજા તબક્કામાં 7 ડિસેમ્બરના રોજ 20 વિધાનસભા સીટ પર મતદાન યોજાશે. જેમાં જમશેદપુર પૂર્વી, જમશેદપુર પશ્ચિમ, ખૂંટી, બહરાગોડા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, સરાયકેલા, ચાઈબાસા, મઝાગામ, જગ્ગનાથપુર, મનોહરપુર, ચક્રધરપુર, ખરસાંવા , તમાડ, તોરપા, માન્ડર, સિસઈ, સિમડેગા, કોલેબિરા સીટ છે. આ પહેલા 13 વિધાનસભા સીટ માટે 30 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. રાજ્યમાં કુલ 5 તબક્કામાં ચૂંટણી યોજાશે. પરિણામ 23 ડિસેમ્બરના રોજ જાહેર થશે.

PM મોદીએ ઝારખંડમાં સભાને સંબોધી

PM મોદીએ ચૂંટણી સભા ગજવી

  • ઝારખંડના લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે અને કમલના ફૂલ પ્રત્યે વિશ્વાસની ભાવના છે.
  • ઝારખંડનો વિકાસ કોઈ પાર્ટી કરી શકે, તો એ માત્ર અને માત્ર ભાજપ છે.
  • પ્રથમ તબક્કાના મતદાનમાં 3 વાત સ્પષ્ટ થઇ છે. એક-લોકતંત્રને મજબૂત કરવા માટે રાષ્ટ્ર નિર્માણમાં ઝારખંડના લોકોની આસ્થા અભૂતપૂર્વ છે.
  • બીજી- ભાજપ સરકારે જે પ્રકારે નક્સલવાદની કમર તોડી છે, તેનાથી અહીંયા ભયનો માહોલ ઓછો થયો છે.
  • ત્રીજી વાત- ઝારખંડના લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે વિશ્વાસની ભાવના છે. ઝારખંડના વિકાસ માટે ભાજપની વાપસી જરૂરી છે.
  • અહીંયાની જનતા સહજ રૂપે કહી રહી છે કે, ઝારખંડની પોકાર, ભાજપ બીજી વાર
  • આજે ઝારખંડના દરેક વ્યક્તિને કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈને કોઈ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે.
  • જે ક્ષેત્રમાં ક્યારેય વિરોધ પક્ષ જોવાની પણ તસ્દી નહોતા લેતા, તે ક્ષેત્રમાં પણ આજે રોડ-રસ્તાઓ બની ગયા છે.
  • જે ગામ સુધી પહોંચવું મુશ્કેલ હતું, તે ગામમાં આજે વિજળી પહોંચી ગઇ છે.
  • પછાત અને આદિવાસી પરિવારોને પણ પોતાનું ઘર મળી ગયું છે, જેમને કોંગ્રેસ-JMMની સરકારે ઝુંપડીમાં રહેવા મજબૂર કર્યા હતા.
  • અહીંયાના તમામ ખેડૂત પરિવાર અને કૃષિ સાથે સંકળાયેલા આદિવાસી પરિવારોના ખાતામાં પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ સીધો લાભ પહોંચાડવામાં આવે છે.
  • નક્સલી હુમલામાં શહીદ થયેલા પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા બળના જવાનોના બાળકોને સ્કૉલરશિપ આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
  • આદિવાસી વિસ્તારમાં એકલવ્ય મૉડલ રેસિડેન્સિયલ સ્કૂલ શરૂ કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ પણ ઝારખંડથી શરૂ કરવામાં આવ્યો છે.
Last Updated : Dec 3, 2019, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details