ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાંધીજીની પૂજા તો ખૂબ કરી, પણ તેમના રસ્તા પર ન ચાલ્યા : કુમાર પ્રશાંત

નવી દિલ્હીઃ 2019માં દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. વર્તમાન સમયમાં ગાંધીજીની પ્રાસંગિકતા સંદર્ભે ગાંધીવાદી વિચારક અને દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ કુમાર પ્રશાંતે પોતાના વિચારો ઈટીવી ભારત સમક્ષ રજૂ કર્યા છે. ઈટીવી ભારત ગાંધીજી સાથે જોડાયેલા યાદગાર પ્રસંગો રજૂ કરી રહ્યું છે. આવો 150મી ગાંધી જયંતિ નિમિત્તે સાંભળીએ વધુ એક ગાંધીવાદી વિચારકને..

gandhi

By

Published : Sep 7, 2019, 1:21 PM IST

ગાંધી વિચારક કુમાર પ્રશાંત કહે છે કે, આજે દેશ એવી જગ્યાએ આવી ઉભો છે, જ્યાંથી ક્યાં જવું તે ખબર નથી. પરંતુ એક રસ્તો છે, જેની પર દેશ આજદીન સુધી નથી ચાલ્યો. તે છે ગાંધીનો માર્ગ...

ગાંધીજીની પૂજા તો ખૂબ કરી, પણ તેમના રસ્તા પર ન ચાલ્યા : કુમાર પ્રશાંત

આ માર્ગ ભલે અછૂતો હોય પરંતુ આજે પણ આ રસ્તા પ્રત્યે લોકોમાં વિશ્વાસ અને આકર્ષણ છે. વર્તમાન સમયમાં ગાંધીની પ્રાસંગિકતાને ટાંકી કુમાર પ્રશાંત કહે છે કે આઝાદી બાદ ગાંધીના વિચાર ઉપયોગી ન હોવાનું માની તેને નજરઅંદાજ કરાયા છે.

ગાંધીની પૂજા તો ખૂબ જ કરવામાં આવી, પણ આપણે તેમના માર્ગ પર ચાલતા નથી. હવે તો એવાં લોકો પણ છે કે જે ગાંધીના દર્શાવેલા રસ્તા પર નહીં પણ ઉલટ દિશામાં જઈ રહ્યાં છે.

વિનાયક દામોદર સાવરકરને લઈ પ્રશાંતે ઉદ્ધવ ઠાકરેના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો સાવરકરને ગાંધીની બરાબર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ઈતિહાસમાં ગાંધીજીનું જે સ્થાન છે તે નિશ્ચિત છે. તેમાં ફેરફાર કરવો શક્ય નથી.

કુમાર પ્રશાંતે વધુમાં કહ્યું કે આજે જે લોકો નકાબ પહેલી ગાંધી વિશે સારી વાતો કરી રહ્યાં છે, તે વિચારે છે કે તેમના નકાબ સાચા છે, પરંતુ સમાજ જાણે છે કે તેમનો સાચો ચહેરો કયો છે. આ એક રમત ચાલી રહી છે. અને ચિંતાની વાત એ છે કે જ્યાં સુધી આ રમત પૂર્ણ થશે ત્યાં સુધી તે એટલું નુકશાન કરશે કે જેની ભરપાઈ કરવી મુશ્કેલ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details