ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે UNની બેઠક, મસૂદ અઝહર પર પ્રતિબંધ લાગી શકે છે..! - FRANCE

ન્યુ દિલ્હી: આતંકવાદી સંગઠનના જૈશ એ  મોહમ્મદના સરગના મસૂદ અજહરને UN વૈશ્વિક આતંકવાદીની જાહેરાત કરી શકે છે. ભારત કેટલાક સમયથી મસૂદ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી પરંતુ ચીને તેના વીટો પાવરનો ઉપયોગ કરી તેને નકારી કાઢ્યુ હતુ. બુધવારે સંયુક્ત રાષ્ટ્રની 1267 સમિતિની બેઠકમાં અમેરિકા, ફ્રાંન્સ અને બ્રિટનના સંયુક્ત પ્રસ્તાવ પર UN અજહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી તેના પર બૈન લગાવી શકે છે.

મસૂદ અઝહર પર પ્રતિબંધ લાગી શકે છે!

By

Published : May 1, 2019, 11:30 AM IST

હકીકકતમાં ચીને મંગળવારે કહ્યું હતું કે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અજહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા બાબતે વિચાર ચાલી રહ્યો છે. ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ચીન મસૂદ અજહરને આતંકવાદી જાહેર કરવા પરની રોક હટાવી શકે છે. ભારતને ઉમ્મીદ છે કે ચીન તેની ચિંતાઓને દુર કરે અને મસૂદ અજહરને આતંકવાદી જાહેર કરવામાં સાથ આપે.

ABOUT THE AUTHOR

...view details