પટના : આજે કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પટનાના દીધા ઘાટ પર રાજકીય સમ્માનની સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. રામવિલાસ પાસવાનનું દિલ્હીના ફોર્ટીસ હોસ્પિટલમાં નિધન થયું હતુ. શુક્રવારના રોજ તેમના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા પટના લાવવામાં આવ્યો હતો.
આજે પંચતત્વમાં વિલીન થશે રામવિલાસનો પાર્થિવ દેહ, રાજકીય સમ્માન સાથે અપાશે અંતિમ વિદાય - latestgujaratinews
કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે લોજપા નેતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બોરિંગ રોડ સ્થિત તેમના નિવાસ પર રાખવામાં આવશે.
Ram Vilas Paswan
પાર્થિવ દેહ પટના પહોંચતા સૌથી પહેલા વિધાનસભાના કેમ્પસમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્યપ્રદાન નીતિશ કુમાર સહિત તમામ નેતાઓ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને લોજપા કાર્યાલય લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એલજેપી કાર્યાલયમાં પણ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આજે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે બોરિંગ રોડ પર આવેલા તેમના નિવાસ્થાને રાખવામાં આવશે.