પહેલા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, PM મોદી 3 રાજ્યમાં સભાને સંબોધશે - PRIYANKA GANDHI VADRA
ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલથી શરુ થશે. આ સાથે જ આજે ચૂંટણી પ્રચારનો પણ છેલ્લો દિવસ છે. જેને લઇને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 સભાઓનું સંબોધન કરશે, જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સહારનપુરમાં રોડ શો કરશે.
પ્રતિકાત્મક ફોટો
ઉલ્લેખનીય છે કે, મતદારોને રીઝવવા માટેના રાજકીય પાર્ટીઓ આજે પહેલા તબક્કાનો છેલ્લો પ્રચાર કરવા માટે તનતોડ મહેનત કરશે. જેને લઇને આજ રોજ પોતાના પ્રથમ તબક્કાના છેલ્લા ઼પ્રચાર પ્રસારમાં નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુથી પોતાનો અંતિમ પ્રચાર કરશે જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા સહારનપુર અને કન્હૈયા કુમાર બેગુસરાઇથી પોતાનું નામાકંન ભરવા જશે.