- આજે ધનતેરસનો તહેવાર
- આજના દિવસે જુના ચોપડાના હિસાબો પૂર્ણ
- આજના દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે
ન્યુઝ ડેસ્ક: આયુર્વેદના દેવ ધન્વંતરી ભગવાનનો દિવસ એટલે ધનતેરસ, ધનતેરસના દિવસે લોકો લક્ષ્મીજીની પૂજા કરતાં હોય છે. આ ઉપરાંત લોકો ભગવાન વિષ્ણુની પણ પૂજા કરતા હોય છે. ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવા માટે લક્ષ્મીકમલા મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. આ મંત્રના કારણે આર્થિક લાભ, નોકરી અને વ્યવસાયમાં પણ ઉન્નતી થાય છે. લક્ષ્મીજીની સાથે ભગવાન કુબેરની પણ પૂજા અર્ચના કરવાથી વેપાર-ધંધામાં સફળતા મળે અને નોકરિયાત વર્ગને પ્રગતી પ્રાપ્ત થાય છે.