ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તીસ હજારી મામલે વકીલોની હડતાલનો આવ્યો અંત

નવી દિલ્હીઃ પોલીસ અને વકીલો વચ્ચે બહુચર્ચિત વિવાદિત કેસમાં વકીલોએ હડતાલ સમેટી છે. 10 દિવસ બાદ વકીલોએ હડતાલનો અંત આણ્યો છે. પરંતુ જો આગામી દિવસમાં વહેલી તકે ઘટનાના દોષિત પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, વકીલોએ ફરીથી હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

By

Published : Nov 9, 2019, 8:13 AM IST

તીસ હજારી મામલે ચાલતી વકીલોની હડતાલનો આવ્યો અંત

તીસ હજારીમાં વકીલો અને પોલીસ કર્મીઓ વચ્ચે થયેલી અથડામણમાં વકીલોએ 10 દિવસથી હડતાલ પર ઉતર્યા હતા. જેને આખરે અટકાવવામાં આવી છે. પરંતુ 10 દિવસમાં દોષિત પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય તો વકીલોએ ફરીથી હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણ બાદ તમામ પોલીસકર્મીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર ખાતે એકજૂથ થયા હતા. તંત્ર સામે વિરોધ નોંધાવીને પોતાની સુરક્ષા અંગેની રજૂઆત કરી હતી. ત્યારબાદ વકીલો પણ પોતાના માંગને લઈ હડતાલ પર ઉતર્યા હતા.

તીસ હજારી મામલે વકીલોની હડતાલનો આવ્યો અંત

ABOUT THE AUTHOR

...view details