સરકારે કર્ણાટકમાં આદેશ જાહેર કરતા કહ્યું હતું કે, તાત્કાલિક ધોરણે ટીપુ સુલ્તાનની જયંતી પર થતાં કાર્યક્રમો પર રોક લગાવામાં આવે. જણાવી દઈએ કે, 2015માં સિદ્ધારમૈયાના મુખ્યપ્રધાન બન્યા બાદ દર વર્ષે કર્ણાટકમાં ટીપુ સુલ્તાનની જયંતી ઉજવવામાં આવતી હતી. જો કે, દર વખતે ભાજપ તેનો વિરોધ કરતું આવ્યું છે, પણ હવે તો પ્રદેશમાં પોતાની સરકાર હોવાના નાતે ભાજપે આ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે.
કર્ણાટક: યેદિયુરપ્પા સરકારે ટીપુ સુલ્તાન જયંતીના કાર્યક્રમો રદ કર્યા - મૈસૂર સામ્રજ્યના શાસક
બેંગ્લુરૂ: કર્ણાટકમાં જેવી સરકાર બદલાઈ કે, તુરંત જ ટીપુ સુલ્તાનને નામની જંગ ખેલાવાનુ શરૂ થઈ ગયું છે. ભારે વિરોધ થવા છતાં પણ યેદિયુરપ્પા સરકારે ટીપુ સુલ્તાન જયંતી પર થતાં આયોજનના કાર્યક્રમો રદ કરી દીધા છે. આ અંગે ભાજપના ધારાસભ્ય બૌપૈયાએ મુખ્યપ્રધાનને એક પત્ર લખી આ અંગે સૂચન કર્યું હતું. ટીપુ સુલ્તાન 18મી સદીમાં મૈસૂર સામ્રજ્યના શાસક હતાં.
ગત વર્ષે પણ આ અંગે વિરોધ થયો હતો.
ગત વર્ષે પણ યેદિયુરપ્પાએ રાજ્ય સરકારના આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષનું તે સમયે કહેવું હતું કે, અમે આ કાર્યક્રમનો સખ્ત વિરોધ કરીએ છીએ.વિરોધ પક્ષ(તત્કાલિન ભાજપ)નું કહેવું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા સરકાર મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માગે છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ ?
18મી સદીમાં મૈસૂરમાં શાશક રહેલા ટીપુ સુલ્તાનનો જન્મ 10 નવેમ્બર 1750માં થયો હતો. અંગ્રેજોની સામે 4 વખત યુદ્ધ લડવા બદલ અનેક લોકો તેનું સમર્થન કરે છે. પણ ભાજપ તેને હિન્દુ વિરોધી માને છે. તેથી કર્ણાટકમાં દર વર્ષે ટીપુ જયંતી મનાવવાને લઈ વિરોધ થઈ રહ્યો છે.