બુધવાર રાતે ભાજપે હરિયાણામાં 12 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સોનાલી ફોગાટનું નામ પણ સામેલ છે.
હરિયાણા ચૂંટણી: TikTok સ્ટાર સોનાલી ફોગાટ આદમપુરથી ભાજપના ઉમેદવાર - સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટ
નવી દિલ્હી: ભારતીય જનતા પક્ષે હરિયાણામાં આદમપુર સીટ પરથી સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટને ટિકિટ આપી છે. સોનાલી ફોગાટ TikTokના જાણીતા સ્ટાર છે. તેમના વીડિયો ખૂબ લોકપ્રિય છે અને તેને TikTok પર હજારો યુઝર્સ ફૉલો કરે છે.
haryana election
હરિયાણાની આદમપુર સીટ પરથી સોનાલી ફોગાટ કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈને ટક્કર આપશે. 2014ની ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈએ અલગ પાર્ટી બનાવી ચૂંટણી લડી હતી. જેમાં તેઓ સારી એવી લીડ સાથે જીત્યા હતા.
સોનાલીના પતિ સંજય ફોગાટ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, તેમના મૃત્યુ બાદ સોનાલી પણ ભાજપમાં છે. ભાજપે તેને પાર્ટીની પ્રદેશ મહિલા મોર્ચાની ઉપાધ્યક્ષ બનાવી છે.