હિંસા મુદ્દે વાત કરતા મોદીએ કહ્યું કે, અમૂક ભણેલા-ગણેલા લોકો અફવાહ ફેલાવી રહ્યાં છે. એક વખત વાંચી તો લો કે નાગરિકતા સંશોધન અને એનઆરસી શું છે? હું દેશના યુવાનો આગ્રહ કરું છું કે એ લોકો વાંચે. કેટલાક હજુ પણ લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. જે હિન્દુસ્તાનની માટીના મુસલમાન છે, જેમના વડવા માઁ ભારતના સંતાન છે. જેમને ભારતમાં રહેવાનો પુરેપુરો અધિકાર છે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે CAB પાસ કરાયું છે.
CAA હિંસા મામલે PMએ કહ્યું- 'મોદી નથી ગમતો તો એનો વિરોધ કરો પણ ગરીબોને નુકસાન ન કરો’ - NRC
નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે વડાપ્રધાન મોદીની રેલીનું આયોજન કર્યું છે. રામલીલા મેદાનમાં આભાર રેલીને સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે. CAA હિંસા મામલે PMએ કહ્યું કે, 'મોદી નથી ગમતો તો એનો વિરોધ કરો, નફરત કરો પણ ગરીબોની ઝૂંપડીઓ ન સરગાવો.’ મોદીએ વધુમાં કહ્યું કે, CABને ગરીબ વિરોધી કહેનાર લોકો ગરીબોની ઝૂંપડીઓ સળગાવી રહ્યાં છે. એક જ બિલમાં મોદી ગરીબોને કોલોનીમાં રહેવાનો હક આપે છે. આ કાનૂનથી એવા લોકો પર લાગૂ થશે જે લોકો વર્ષોથી ભારતમાં જ રહી રહ્યાં છે. નવા શરણાર્થીઓને ફાયદો નહીં મળે.
મોદી
PM નરેન્દ્ર મોદીના ભાષણના અંશો
- CABને ગરીબ વિરોધી કહેનાર લોકો ગરીબોની ઝૂંપડીઓ સળગાવી રહ્યાં છે.
- એક જ બિલમાં મોદી ગરીબોને કોલોનીમાં રહેવાનો હક આપે છે
- આ કાનૂનથી એવા લોકો પર લાગૂ થશે જે લોકો વર્ષોથી ભારતમાં જ રહી રહ્યાં છે. નવા શરણાર્થીઓને ફાયદો નહીં મળે
- અમુક ભણેલા ગણેલા નક્સલી અફવાહ ફેલાવી રહ્યાં છે
- એક વખત વાંચી તો લો કે નાગરિકતા સંશોધન અને એનઆરસી શું છે?
- હું દેશના યુવાનો આગ્રહ કરું છું કે વાંચે. હજુ પણ લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે.
- જે હિન્દુસ્તાનની માટીના મુસલમાન છે, જેમના વડવા માઁ ભારતના સંતાન છે.
- દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે CAB પાસ કરાયું છે
- જે રીતે લોકોને ભડકાવવામાં આવ્યા, ખોટા વીડિયો ઉચ્ચ સ્તરે બેઠેલા લોકોએ સોશિયલ મીડિયામાં નાખીને ભ્રમ ફેલાવવાનું, આગ ફેલાવવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે.
- તાજેતરમાં દિલ્હીની કોલોનીઓથી જોડાયેલા બિલ અને બીજું મહત્વપૂર્ણ બિલ પાસ થયું CAB.
- ભારતની સંસદે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, દલિત-પીડિત શોષિતોના ભવિષ્ય માટે દરેક સાંસદોએ આ બિલ પાસ કરવામાં મદદ કરી
- તમે ઉભા થઇને દેશની સંસદનું સન્માન કરો. આ બિલ પાસ થયા બાદ અમુક રાજકીય પક્ષો અલગ અલગ પ્રકારની અફવાઓ ફેલાવે છે.
- મારો પડકાર, મારા કામને ચકાસો દૂર દૂર સુધી ક્યાય ધર્મ નહીં દેખાય
- અમે દેશ પ્રત્યેની લાગણીને કારણ જીત્યા છીએ. અમે સૌનો સાથ, સૌના વિશ્વાસના મંત્રને સમર્પિત છીએ.
- એક જ સત્રમાં બે બિલ પસાર થયા છે. એક બિલમાં હું દિલ્હીના 40 લાખ લોકોને અધિકાર આપી રહ્યો છું અને આ લોકો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે કે હું અધિકાર છિનવાનો કાયદો બનાવી રહ્યો છું.
- હું પડકાર આપું છું કે મારા દરેક કામની ચકાસણી કરો, ક્યાંય પણ દૂરદૂર સુધી ભેદભાવની ગંધ નહીં આવે.
- જ્યારે અમે ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડથી વધારે પરિવારને મફત ગેસ કનેક્શન આપ્યા ત્યારે શું અમે કોઇનો ધર્મ પૂછ્યો હતો?
- દેશને તોડવાનું રાજકરણ કરનારા સાથી પક્ષોને પૂછવા માગુ છું કે શા માટે ખોટું બોલો છો. શા માટે ભડકાવો છો.
- અમારો સંકલ્પ છે કે દરેક ગરીબ પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ પહોંચાડીશું.
- છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે દોઢ કરોડથી વધારે ગરીબોના ઘર બનાવી દીધા. અમે કોઇને નથી પૂછ્યું કે તમારો ધર્મ શું છે.
- આજે જે લોકો કાગળ, સર્ટિફિકેટના નામ પર મુસલમાનોને ભ્રમિત કરી રહ્યા છે તેમને યાદ રાખવું જોઇએ કે અમે માત્ર ગરીબની ગરીબીને જોઇ છે
- મોદી પસંદ ન હોય તો મોદીનું પૂતળુ સળગાવો, રોજ જુતા મારો, પણ ગરીબોની ઝુંપડી ન સળગાવો
- ઉજ્જવલા, આવાસ યોજના, મફત વિજળી કનેક્શન માટે સરકાર સ્વયં સામેથી લોકોની ઝૂપડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો
- વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ આજે ભારતમાં ચાલી રહી છે. જેથી દેશના 50 કરોડથી વધારે લોકો 5 લાખ સુધીની મફત સેવા લઈ રહ્યાં છે.
- રાજકીય વિરોધના કારણે દિલ્હીમાં આયુષ્માન યોજના લાગૂ નથી થઈ. આ યોજનામાં કોઇને પૂછવામાં નથી આવ્યું કે તમારો ધર્મ જણાવો.
- વિપક્ષ આરોપ લગાવીને ભારતને દુનિયામાં બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યું
- હું જાણું છું કે પહેલી વખત હું જીતીને આવ્યો, દેશની જનતાએ મને જીતાડીને બેસાડ્યો છે
- જો મોદીને દેશની જનતાએ બેસાડ્યો એ તમને પસંદ નથી, તો તમે મોદીને નફરત કરો, વિરોધ કરો, પરંતુ દેશની સંપત્તિ ન સળગાવો.
- ઓછા સમયમાં ટેક્નોલોજીની મદદથી દિલ્હીની 1700થી વધારે કોલોનીઓની બાઉન્ડ્રીઓને અંકિત કરવાનું કામ પૂર્ણ કરી દેવાયું
- સમસ્યાઓને લટકાવીને રાખવી અમારી પ્રવૃત્તિ નથી. આ અમારા સંસ્કારમાં પણ નથી.
- દિલ્હીમાં કનેક્ટિવીટી સારી હોય, ઇઝ ઓફ લિંવિંગ સારી રહે તે કેન્દ્ર સરકારની પ્રાયોરીટી રહી છે.
- છેલ્લા પાંચ વર્ષમાં અમે દિલ્હી મેટ્રોનો અભૂતપુર્વ વિસ્તાર કર્યો છે. 2014 પહેલા દિલ્હી મેટ્રોના નેટવર્કમાં એવરેજ લગભગ 14 કિમી પ્રતિ વર્ષનો વિસ્તાર થયો
Last Updated : Dec 22, 2019, 4:15 PM IST