ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાઘનો 'ઘર વસવાટ', અસમમાં બેડ પર આરામ ફરમાવતો દેખાયો - gujarat

ગુવાહાટીઃ અસમમાં પૂરનો પ્રકોપ હજી પણ યથાવત્ છે. કેટલાય લોકોના મૃત્યુ થયા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. તેવામાં રાજ્યના કાજીરંગા સ્થિત હરમતિ વિસ્તારમાં એક ઘરના બેડ પર વાઘને આરામ કરતો જોઈ પરિવાર ભયભીત થઈ ગયો હતો. ટ્વીટર પર આ દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.

tiger

By

Published : Jul 19, 2019, 10:06 AM IST

સવારે જ્યારે પરિવારના સભ્યોએ વાઘને ઘરના બેડ પર આરામ ફરમાવતો જોયો ત્યારે તેઓના હોંશ ઉડી ગયા હતા. અફરા-તફરીમાં આ અંગે વન-વિભાગને જાણ કરાઈ હતી. જો કે, વાઘ પર નજર રાખવામાં આવી રહી છે. પરંતુ હજી તેને બહાર કાઢી શકાયો નથી.

અસમના કાજીરંગા નેશનલ પાર્કના 95 ટકા વિસ્તારમાં પાણી ભરાયું છે. જેના કારણે પાર્કમાં હાજર પ્રાણીઓ માનવીય વસ્તીવાળા વિસ્તારમાં જવા મજબૂર બન્યા છે. રેસ્ક્યુ ટીમ પાર્કના પ્રાણીઓને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

વાઘનો 'ઘરવસવાટ', અસમમાં બેડ પર આરામ ફરમાવતો દેખાયો

લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ટ્વીટર પર શેયર કરાયેલા ફોટોગ્રાફ્સમાં એક વાઘ બેડ પર આરામ કરી રહ્યો છે. પૂરના પાણીથી બચવા માટે વાઘે નેશનલ હાઈવે-37 નજીક એક ઘરમાં આશરો લીધો હતો.

લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, તે વાઘને સુરક્ષિત રીતે જંગલમાં પરત મોકલવાની વ્યવસ્થા કરશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details