બિહાર: બક્સર જિલ્લામાંથી ત્રણ યુવકોના ડૂબી જવાની ઘટના સામે આવી રહ્યા છે. સિમરી પોલીસ મથક વિસ્તારમાં બિયાસના ડેરા ગામ નજીક ગંગા નદીમાં 3 યુવકોએ સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવતા નદીમાં પડી ગયા હતા. ગામલોકોને આ બાબતે જાણ થતા ઘટના સ્થળે પહોંચી યુવકોની શોધખોળ શરૂ કરી હતી.
6 યુવકો નાગપુરા નજીક ગંગા નદીમાં નાહવા ગયા હતા. જેમાંથી ત્રણ યુવકો સેલ્ફી લઈ રહ્યા હતા. જે દરમિયાન સંતુલન ગુમાવતા 3 યુવકો નદીમાં ડૂબી ગયા હતા. 3 મિત્રોને ડૂબતા જોઈને અન્ય ત્રણ મિત્રોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતું. પરંતુ તેમને સફળતા મળી ન હતી.