ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં 3 વર્ષની બાળકી કોરોનાના ભરડામાં, અસરગ્રસ્તોની સંખ્યા થઈ 40 - મહારાષ્ટ્ર

કેરળના કોચિનથી કોરોના વાયરસ અસરગ્રસ્તનો વધુ એક કેસ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ વર્ષની એક બાળકીને આ વાયરસનો ચેપ લાગ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 40 થઈ છે. આ અગાઉ કેરળથી જ 5 કેસ નોંધાયા હતા. કોરોના વાયરસ સામે લડવા માટે ભારતે જરૂરી તૈયારીઓ કરી દીધી છે.

three-year-old-child-tests-positive-for-coronavirus-in-kerala
કોરોનાનો કહેર: કેરળમાં 3 વર્ષની કોરોનાના ભરડામાં, અસરગ્રસ્તોની સંખ્યા 40

By

Published : Mar 9, 2020, 11:02 AM IST

કેરળ: કોરોના વાયરસ ચીન અને ઈટાલીમાં કાળો કેર વર્તાવી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સાવચેત થઈ છે. સરકાર દ્વારા આ સંકટને પહોંચી વળવા વ્યાપક પ્રમાણમાં પગલા લેવામાં આવી રહ્યાં છે. સોમવારે કેરળથી કોરોના વાયરસ (કોવિડ -19)નો વધુ એક કેસ સામે આવ્યો છે. કોચિન શહેરમાં ત્રણ વર્ષની બાળકીને કોરોનાએ તેના ભરડામાં લીધી છે.

સોમવારે આ નવો કેસ સામે આવ્યા બાદ ભારતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 40 થઈ છે. કેરળ પ્રશાસને તેમની મુસાફરી અને વાયરસની અસર અંગેની માહિતી છૂપાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જે લોકો કોરોના વાયરસની અસર કે લક્ષણો છૂપાવશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વાયસરના ફેલાવાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે.

ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે, આ કેસની સંખ્યા ગત મંગળવાર સુધી માત્ર 6 હતી. આ 40 કેસોમાં 16 ઈટાલિયન પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જ્યારે કેરળના ત્રણ દર્દીઓનો સમાવેશ છે, જેમને ગત મહિને વાયરસ મુક્ત જાહેર કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કેરળ: વાયરસના લક્ષણોની જાણ ન કરવી એ પણ ગુનો

કેરળ આરોગ્ય વિભાગે જણાવ્યું કે, અધિકારીઓને તેમની મુસાફરી અને રોગના લક્ષણો વિશે માહિતી ન આપવી, એ પણ ગુનો માનવામાં આવશે.

એક પોલીસ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસ સહિત તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ સંદર્ભે વિવિધ સરકારી એજન્સીઓની સૂચનાનું પાલન થવું જોઈએ. કેરળ સરકારે સોમવારે યોજાનારી સૌથી મોટી મહિલા ધાર્મિક મેળાવડા 'અતુક્કલ પોંગલ' ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે, પરંતુ રાજ્યમાં કોરોના વાયરસના 5 નવા કેસ નોંધાયા બાદ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

કેરળ રાજ્ય પોલીસે કહ્યું કે, જો કોઈ આવી માહિતી છૂપાવશે તો તે 'ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર' ગુનો છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતામાં કોરોના વાયરસનો ફેલાવો થવાની સંભાવનાને કારણે પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓમાંથી એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. રવિવારે ગુજરાત સરકારે જાહેરાત કરી કે, કોરોના વાયરસના ડરથી 47 નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ કોઈ પણ સેમ્પલ પોઝિટીવ આવ્યાં નથી. અમદાવાદની પ્રયોગશાળામાં 5 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details