ગુજરાત

gujarat

ETV Bharat / bharat

3 ભારતીય વિશ્વવિદ્યાલય વૈશ્વિક સ્તર પર ટોચની 200 વિશ્વવિદ્યાલયોમાં સામેલ

નવી દિલ્હી: ભારતની ટોચની ત્રણ વિશ્વવિદ્યાલય IIT બોમ્બે, IIT દિલ્હી અને IIS બેંગલૂરુએ વર્ષ 2020 ક્વાક્યૂરેલી સાઈમંડ્સ (ક્યૂએસ) વિશ્વ યુનિવર્સિટી રેન્કિંગમાં ટોચની 200 વિશ્વવિદ્યાલયમાં સ્થાન મેળવ્યું છે. લંડનમાં બુધવારે આ ઘોષણા કરવામાં આવી છે. ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન, મુંબઈએ સતત બીજી વાર ટોચની ભારતીય વિશ્વવિદ્યાલયમાં સામેલ થઈ છે.

By

Published : Jun 20, 2019, 9:42 AM IST

ત્રણ ભારતીય વિશ્વવિદ્યાલય વૈશ્વિક સ્તર પર ટોચની 200 વિશ્વવિદ્યાલયોમાં સામેલ

આ વર્ષેની રેન્કિંગ ગત વર્ષના 162માં સ્થાનની સરખામણીએ 152 થઈ ગઈ છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IIS)એ ગત વર્ષે ભારતની બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય હતી. આ વર્ષે તેની રેન્કિંગ ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે, જ્યારે IIT દિલ્હીએ ભારતીય વિશ્વવિદ્યાલયોમાં બીજું સ્થાન મેળવ્યું છે.

એક હજાર વિશ્વવિદ્યાલયોની વિશ્વ રેન્કિંગમાં સામેલ 23 ભારતીય વિશ્વવિદ્યાલયોમાં ઓ.પી.જિંદલ ગ્લોબલ યૂનિવર્સિટી માત્ર એક નવો પ્રવેશ છે. મળેલ માહિતી પ્રમાણે, IIT બોમ્બે પોતાના રિસર્ચ પ્રદર્શનના કારણે 10 સ્થાનની છલાંગ લગાવી છે. કુલ મળીને ભારતીય વિશ્વવિદ્યાલયોમાં ફેકલ્ટી અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ગુણોત્તરના કારણે 12 રેન્કોનો સરેરાશ ઘટાડો નોંધાયો છે.

ક્યૂએસ રિસર્ચ નિર્દેશક બેન સૉટરે કહ્યું કે, ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગનો નવો સ્કોર બતાવે છે કે, કેટલાક વિસ્તારોમાં ભારતીય શિક્ષા પ્રણાલીએ પ્રગતિ કરી છે. પરંતુ અનુસંધાન અને શિક્ષા બંન્નેમાં વધુ નક્કર, સતત અને વ્યૂહાત્મક રોકાણની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details