રાજસ્થાનઃ ભોપાલગઢ વિધાનસભા મત વિસ્તારના સોયલા ગામમાં સામાન્ય લોકો અને પશુ પક્ષીઓની તરસ છીપાવનાર ગડાઈ નાડી તળાવ હવે સંભાળના અભાવનો શિકાર બની રહ્યું છે.
છેલ્લા બે દિવસમાં ગડાઈ તળાવમાં ગરમીના કારણે હજારો માછલીઓ મરી ગઈ હતી.આ તળાવમાં હજારો માછલીઓ મૃત્યુથી દુર્ગંધ આવી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તળાવમાં દુર્ગંધને લીધે રોગ ફેલાવાની સંભાવના છે. પાણી પણ ગંદુ થઈ રહ્યું છે અને પાણીનો રંગ લીલો થઈ ગયો છે.
ગામના આ તળાવને ધાર્મિક અને પવિત્ર ગણીને અનેક ગામની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. પરંતુ હવે આ તળાવનું પાણી એટલું ગંદુ થઈ ગયું છે કે કોઈ પ્રાણી પણ પીવા આવતુ નથી. હંસ મૃત માછલીઓને બહાર કાઢી રહ્યાં છે અને ગંદકી ફેલાવી રહ્યાં છે.
રવિવારે ધનારામ ગોદારાએ નિરીક્ષણ કર્યું હતું અને ભામાશહોના સહયોગથી બાકીની માછલીઓ પણ મરી ન જાય તે માટે ટેન્કરોથી તળાવમાં પાણી ભરવાનું કામ શરૂ કર્યું હતું. લોકોની સહાયથી માછલીઓને બહાર કાઢવા અને શુધ્ધ પાણી આપવા માટે પોતાનું ટેન્કર આપ્યું હતું. અન્ય લોકોને પ્રેરણા આપીને જનસમર્થન માટે ટેન્કરની વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ, મોહનરામ ચૌધરી, બજરમોહનસિંહ, કાળુરામ સોલકી, પ્રેમચંદ જૈન, કોઝારામ ભાટી, ઘનશ્યામ દાધીચ, પુખરાજ ચોકીદાર, જગદીશ ખત્રી, બબલુ, કેલાશ મેઘવાલ, મુન્નારામ, દિનેશ કાછવાહ ઉપસ્થિત રહ્યાં હતા.