નવી દિલ્હી: ભારત-ચીન સરહદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે લદ્દાખના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચીની સૈનિકોની ગતિવિધિઓના અહેવાલોનો હવાલો આપી સરકાર સેનાનું મનોબળ ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક દરમિયાન દેશ સામે સાચા તથ્યો રાખ્યાં નથી.
ભારત-ચીન સરહદ વિવાદઃ કોંગ્રેસે કહ્યું- PM મોદી સર્વપક્ષીય બેઠકમાં દેશ સામે સાચા તથ્યો જણાવતા નથી - પવન ખેડા
ભારત-ચીન સરહદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે લદ્દાખના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચીની સૈનિકોની ગતિવિધિઓના અહેવાલોનો હવાલો આપી સરકાર સેનાનું મનોબળ ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક દરમિયાન દેશ સામે સાચા તથ્યો રાખ્યાં નથી.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ દાવો કર્યો હતો કે, ચીન સામે લડવાની જગ્યાએ સરકાર દેશના વિરોધ પક્ષ, ખાસ કરીને કોંગ્રેસ સામે લડવામાં સંપૂર્ણ શક્તિ બગાડી રહી છે. આ ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, ચાઇનાને યોગ્ય જવાબ આપવો જોઈએ, કારણ કે આપણી પાસે રહેલા હથિયાર પડી રાખવા માટે નથી. ચૌધરીએ ટ્વીટ કર્યું કે, ચીની સૈન્યને કોઈપણ કિંમતે પાછળ ધકેલવાના છે. ચીનીના અત્યાચારો પર સેનાએ કડક પ્રતિક્રિયા આપવી જોઈએ, યોગ્ય જ
સુરજેવાલાએ વીડિયોમાં કહ્યું હતું કે, મોદી સરકાર ભલે સ્થિતિ શાંત કરવાની વાત કરતી હોય પણ અખબારોના સમાચાર, ઉપગ્રહોની તસવીરો અને વિવિધ નિવેદનોથી સ્પષ્ટ છે કે ચીન સાથે સંઘર્ષ વધ્યો છે. આ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ભાજપ અને ચીનના કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે સારા સંબંધો હોવાનો દાવો કર્યો હતો.