મૂળ થોરાળાના વતની અને હાલ મોરબી રહેતા અંબાણી પરિવારના મોભી ઠાકરશીબાપા 108 વર્ષની વયે તંદુરસ્ત આયુષ્ય ભોગવી દુનિયામાંથી વિદાય લીધી હતી. ત્યારે દાદાના 2 પુત્રો પૈકી પ્રભુ અંબાણી અને વનજી અંબાણીની ચોથી પેઢીએ દાદાની સેવાનો લાભ લીધો હતો તો, દાદાના અવસાન બાદ આજે પ્રવીણ પ્રભુભાઈ અંબાણીની દીકરી સચીતાએ દાદાની નનામીને કાંધ આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે.
દિકરો-દિકરી એકસમાને સાર્થક કર્યું આ પરિવારે - deal
મોરબીઃ થોરાળાના વતની અને હાલ મોરબી શહેરમાં વસવાટ કરતા અંબાણી પરિવારના વયોવૃદ્ધ વડીલનું અવસાન થતા તેમની અર્થીને પૌત્રીએ કાંધ આપી હતી, અને દીકરો દીકરી એક સમાન ઉક્તિ સાર્થક કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.
spot photo
અંબાણી પરિવાર દ્વારા વર્ષ 2013માં બા-દાદાની શતાબ્દીની ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ પરિવાર દ્વારા દાદાના નિધન બાદ કોઈ પણ ક્રિયાકાંડ તેમજ તેમના બારમાની પ્રથા બંધ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.