રાજસ્થાન: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેના ટૂંકાગાળાના ફિલ્મી સફરમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'માં તેણે જયપુરના યુવાનની ભૂમિકા ભજવી હતી જેને માટે તે જયપુરના પરકોટા વિસ્તારમાં રહ્યો હતો. તે જે ઘરમાં રહ્યો હતો તેની આજુબાજુ રહેતા લોકોએ શૂટિંગ સમયની પળો તેમજ સુશાંતના વ્યક્તિત્વ સાથે જોડાયેલી વાતો યાદ કરી હતી.
7 વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મમાં સુશાંત સાથે પરિણીતી ચોપરા અને વાણી કપૂરે જોડી જમાવી હતી. ફિલ્મનું 90 ટકા શૂટિંગ જયપુરની ગલી-મહોલ્લામાં થયું હતું. જયપુરની ગોવિંદ દેવ કોલોનીના એક ઘરમાં સુશાંતના ઘરનો સેટ અપ ગોઠવાયો હતો. જ્યાં 12 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું.