ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુની આ કોલેજ ઈંટો બનાવવામાં કરે છે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ

તમિલનાડુઃ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં ભરપુર પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. તેથી પ્રદુષણ અને કચરાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે તમિલનાડુની આ કોલેજે વેસ્ટમાંથી બેસ્ટનો અભિગમ અપનાવ્યો છે. તમિલનાડુના સાલેમમાં એક ખાનગી કોલેજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બેસ્ટ સુશોભનની વસ્તુઓ બનાવે છે. જે વસ્તુઓનો સુંદર સજાવટમાં અને ઈમારત બાંધકામમાં ઉપયોગ કરી શકાય છે.

dsd
dsd

By

Published : Jan 16, 2020, 7:57 AM IST

જોકે સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ બધી જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો એટલો જ જોવા મળે છે. વધતા જતા પ્લાસિટકના કચરાનું રિસાઈકલ કરવાનું પણ ક્યારેક મુશ્કેલ બને છે.

સુરૂમાંગલમની આ કોલેજ પ્લાસ્ટિકને રિસાઈકલ કરવાનો અને તે કચરાનો નિકાલ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કરી છે. તે બિનજરૂરી અને ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલો તેમજ અન્ય પ્લાસ્ટિકમાંથી સુશોભનની વસ્તુઓ અને બાંધકામમાં ઉપયોગ કરી શકાય તે માટેની વસ્તુઓ બનાવે છે.

તમિલનાડુની આ કોલેજ ઈંટો બનાવવામાં કરે છે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ

કોલેજના પ્રોફેસર ડૉ. આર. મલાઠીએ જણાવ્યું હતું કે, ફેંકાયેલી બોટલો તેમજ અન્ય પ્લાસિટકની વસ્તુઓને ભેગી કરી તેને કચડી નાખવામાં આવે છે. ત્યાર બાદ તેને ઈંટ તથા અન્ય બાંધકામની વસ્તુઓ બનાવવાની સામગ્રીમાં મિશ્રિત કરવામાં આવે છે. તે જ રીતે પ્લાસ્ટિકની થેલીઓને બાળી બિટુમેન, ફ્લાય એશ અને અન્ય બાંધકામની ઉત્પાદિત વસ્તુમાં ભેળવવામાં આવે છે. ત્યાર બાદ તે સામગ્રીમાંથી ઈંટો બનાવવામાં આવે છે.

જો આ વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ ઈંટો બનાવવામાં થતો હોય અને તે ઈંટોનો બાંધકામમાં ઉપયોગ થતો હોય તો તે કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ માટે ઓછા બજેટમાં પણ બાંધકામ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે. પ્લાસ્ટિકના કચરાને સફળતાપૂર્વક સંચાલિત કરવાની આવી સારી રીતે પ્લાસ્ટિક મુક્ત ભારત માટેના અભિયાનને સમર્થન આપે છે.

ABOUT THE AUTHOR

...view details