ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJPથી મોટા ફક્ત 8 દેશ, 18 કરોડ પહોંચી પાર્ટીની સભ્ય સંખ્યા - ચૂંટણી

દિલ્હી: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, 10 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી ચાલશે. તેમણે કહ્યું કે, સંગઠનનો રાષ્ટ્રીય સ્તર પર ચૂંટણી ડિસેમ્બર માસમાં થશે. તેમણે વધુમાં કહ્યું કે, દુનિયામાં ફક્ત આઠ દેશ એવા છે. જેમની વસ્તી ભારતીય જનતા પાર્ટીના સભ્યોની સંખ્યાથી વધારે છે. લગભગ દોઢ મહીના સુધી ચાલેલા બીજેપીના સદસ્યતા અભિયાન પછી પાર્ટીએ દાવો કર્યો છે. આ પહેલા પણ 11 કરોડ સભ્યો સાથે ભાજપ દુનિયાની સૌથી મોટી રાજનીતિક પાર્ટી હતી. હવે જલ્દી 18 કરોડ સભ્યોની પાર્ટી બની જશે. પાર્ટીનો દાવો છે કે, 6 જુલાઇથી 20 ઓગસ્ટ સુધી ચાલેલ પાર્ટીનું સદસ્યતા અભિયાન આશા કરતા વધારે સફળ રહ્યું છે. બંગાળ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યોમાં સૌથી વધારે નવા સભ્યો બન્યા છે. હવે આ સભ્યોને સક્રિય સભ્યોની શ્રેણીમાં લાવવામાં આવે તેવો પાર્ટીનો પ્રયત્ન છે.

સૌ.ANI

By

Published : Aug 30, 2019, 7:04 AM IST

જેપી નડ્ડાએ જણાવ્યું કે, આ અભિયાનમાં સેનાના અધિકારી, સમાજનો દરેક વર્ગ ભાજપમાં જોડાવમાં માંગે છે. તેમણે કહ્યું કે, અમારૂ આ અભિયાન પૂર્ણ થઇ ગયો છે, પરતું સભ્યતાની પ્રક્રિયા ચાલશે. 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત પછી ભાજપના પોતાના સંગઠન વિસ્તારમાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઉપર સવાર ભાજપને પોતાના સદસ્યતા અભિયાનમાં મોટી સફળતા મળી છે. 6 જુલાઈના રોજ વડાપ્રધાન મોદીએ વારાણસીથી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેલંગાણામાં આ અભિયાનની શરુઆત કરી હતી.

20 ઓગસ્ટ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન 5 કરોડ 81 લાખ 33 હજાર 242 સભ્યો ઓનલાઇનથી થયા હતા. આ સિવાય 62 લાખથી વધારે સભ્ય ઓફલાઇન રીતે પાર્ટી સાથે જોડાયા હતા. જો કે,, હાલ ફોર્મનું વેરિફાઇ કરવામાં આવી રહ્યું છે. પાર્ટીને આશા છે કે, નવા સભ્યોની કુલ સંખ્યા 7 કરોડની આસપાસ જવાની આશા છે. પહેલા 11 કરોડ અને હવે 7 કરોડ મળીને કુલ 18 કરોડ સભ્ય પાર્ટીના થઈ જશે.

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ દાવો કર્યો કે, 370ના મામલે સરકારના વલણથી દેશભરમાં જોરદાર અસર થઈ છે. આ અભિયાન દરમિયાન પૂર્વ સૈન્યકર્મી, બુદ્ધિજીવી, યુવા વર્ગ વચ્ચે PM મોદી અને ભાજપને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળમાં પાર્ટીએ એક કરોડની આસપાસ અને જમ્મુ કાશ્મીરમાં છ લાખ નવા સભ્યો પાર્ટી સાથે જોડાયા છે. જ્યારે બંગાળ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યોમાં સૌથી વધારે નવા સભ્યો બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details