જૂનાગઢના ઇતિહાસમાં શ્વાનમાં કુત્રિમ બીજદાન થકી 5 જેટલા ગલુડિયાને જન્મ આપવામાં જૂનાગઢના પશુ તબીબ ડોક્ટર મિથુન ખાટરીયાને સફળતા મળી હતી. મૂળ માલિકના ઘરે રહેલી હની નામની માદા લેબ્રાડૉગ એકવાયું જીવન જીવતી હતી. જેને લઈને અન્ય શ્વાનોનો સંપર્ક નહિ થતા હની કોઈ પણ શ્વાનને જોઈને ડઘાઈ જતી હતી. માટે કુદરતી રીતે બચ્ચાને જન્મ આપવાની શક્યતાઓ નહિવત જણાતા ડોક્ટર મીથુન ખાટરીયાએ કુત્રિમ રીતે સફળ બીજદાન કરવામાં સફળતા મળી હતી, અને 2 મહિના બાદ હની નામની શ્વાન ગર્ભવતી બનતા તેણે 5 જેટલા નર ગલુડિયાને જન્મ આપ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં કોઈ શ્વાનને કુત્રિમ બીજદાન થકી બચ્ચાને જન્મ આપવાના પ્રયોગમાં પ્રથમ પ્રયાસે જ સફળતા મળી હતી. જેને લઈને શ્વાન પ્રેમીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.
જૂનાગઢના તબીબે વિદેશી ડોગમાં કુત્રિમ બીજ દાન કરી બચ્ચાને જન્મ અપાવ્યો - Gujarati News
જૂનાગઢઃ ઇતિહાસમાં પ્રથમ વખત વિદેશી કુળના લેબ્રાડોર શ્વાનમાં કરાયું સફળ કુત્રિમ બીજ દાન, હની નામની માદા શ્વાને 5 નર ગલુડિયાને જન્મ આપ્યો છે. જેને લઈને શ્વાન પ્રેમીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.
સ્પોટ ફોટો
સામાન્ય સંજોગોમાં કુત્રિમ બીજદાન દુધાળા પશુઓમાં કરવામાં આવતું હોય છે. જેમાં સફળતાનો દર પણ ઉંચો હોય છે. પરંતુ કોઈ પાલતુ પ્રાણીઓમાં અને ખાસ કરીને શ્વાન જેવા પ્રાણીઓમાં આવા પ્રકારનો પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં 100 ટકા સફળતા પણ મળી હતી. પશુ તબીબી વિજ્ઞાન ક્ષેત્રમાં આવો બનાવ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત નોંધવામાં આવ્યો છે. જેને લઈને પશુ તબીબી વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતા તબીબોમાં પણ આશાવાદ જોવા મળી રહ્યો છે.