ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારી દિશાનિર્દેશ મુજબ 8 જુનથી ખુલશે તિરુમાલા મંદિર

કોરોના દરમિયાન જાહેર કરાયેલા લોકડાઉન અંતર્ગત લાંબી રાહ જોયા બાદ શ્રદ્ધાળુઓ તિરુમાલા મંદિરના દર્શન કરી શકશે. સરકારે 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે તિરુમાલા મંદિર પણ સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખુલશે.

સરકારી દિશાનિર્દેશ મુજબ 8 જુનથી ખુલશે તિરુમાલા મંદિર
સરકારી દિશાનિર્દેશ મુજબ 8 જુનથી ખુલશે તિરુમાલા મંદિર

By

Published : May 31, 2020, 10:29 PM IST

અમરાવતીઃ દેશવ્યાપી લોકડાઉન પછી સરકારે 8 જુને તિરુમાલા મંદિર ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ ભગવાનના દર્શન કરવાની સાથે જ શ્રદ્ધાળુઓને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. એક કલાકમાં ફ્કત 300 શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે.

મંદિર પ્રતિબંધન સમિતિએ કોરોના સંક્રમમને ધ્યાને રાખી દિશાનિર્દેશ જાહેર કરી છે, જેને સ્વાસ્થય વિભાગની મંજૂરી માટે મોકલી છે.

સરકારી દિશાનિર્દેશ મુજબ 8 જુનથી ખુલશે તિરુમાલા મંદિર

મંદિર મેનેજમેન્ટ દ્વારા આપેલી દિશા નિર્દેશો

* મંદિરની યાત્રાનો સમયગાળો કાર્યકારી અધિકારીઓ દ્વારા નક્કી થશે.

* જે પણ ભક્ત દર્શન કરવા માટે આવે છે, તે આધાર અથવા અન્ય કોઈ ઓળખ પત્ર સાથે રાખવાના રહેશે.

* ભક્તોની સંખ્યાના ફક્ત 30 ટકા લોકોને રાહુ-કેતુ પૂજનની મંજૂરી છે.

* હેર કટિંગ એરિયામાં નાઇએ સાવધાની રાખવાની રહેશે.

* પ્રસાદ વિતરણ નહીં કરવામાં આવે.

* ભક્તોને મંદિરના પુષ્કરિણી અને તળાવોમાં નહાવાની મંજૂરી નહિં આપવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details