જમ્મુ-કાશ્મીર: ભાજપના કાર્યકર અમર રમઝાન હઝામના પાર્થિવ દેહને તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. અમરની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કુલગામના કાઝીગુંડના વાઇકે પોરા વિસ્તારમાં થયેલા આ હુમલામાં અન્ય બે કાર્યકર્તા પણ ઘાયલ થયા હતા. જેનું પાછળથી મોત નીપજ્યું હતું. લશ્કર-એ-તૈયબાની મુખ્ય સંસ્થા ગણાતા રેઝિસ્ટેંસ ફ્રન્ટ (ટીઆરએફ) એ આ હત્યાઓની જવાબદારી સ્વીકારી છે. બંને મૃતકો કાઝીગુંડના રહેવાસી છે.
આતંકવાદીઓએ 3 વ્યકિત પર ગોળીબારી કરી
એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ 3 વ્યકિત પર ગોળીબારી કરી હતી. જે બાદ તેમની સારવાર માટે તેમને કાઝીગુંડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં 3 વ્યકિતઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યકર્તાની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ભાજપના કોઈ નેતા અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા ન હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ત્રણ કાર્યકરોની હત્યાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, તે યુવાનો ત્યાં એક અદભૂત કામ કરી રહ્યા હતા. મોદીએ ટ્વીટ કર્યું, 'અમે અમારા ત્રણ યુવાન કાર્યકરોની હત્યાની નિંદા કરું છું. તે મહેનતુ યુવાનો જમ્મુ-કાશ્મીરમાં અદભૂત કામ કરી રહ્યા હતા. દુ:ખના આ સમયમાં તેમના પરિવારજનો પ્રત્યેની મારી સંવેદના. ભગવાન તેમના આત્માને આપે.'