ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શેરબજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 160 અંકની મજબૂતી પર

નવી દિલ્હીઃ બુધવારે રેકોર્ડ બ્રેક તેજી સાથે બંધ થયેલા શેરબજારમાં ગુરુવારે પણ મજબૂતી જોવા મળી છે. ગુરુવારે સવારે તેજી સાથે ખુલેલા શેરબજારમાં સેન્સેક્સ કારોબારી સત્ર દરમિયાન લગભગ બપોરના 12 વાગ્યે 160.42 અંકના વધારા સાથે 39,215ની સાપટી પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

By

Published : Apr 25, 2019, 1:43 PM IST

કોન્સેપ્ટ ફોટો

ગુરુવારે બપોરના 12 વાગ્યાની નિફ્ટી 61 પોઈન્ટ વધીને 11,787ની સપાટીએ પહોંચી ગયો હતો. એપ્રિલ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) બિઝનેસના અંત પહેલા રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે.

શેરબજારોના પ્રારંભિક આંકડાઓ પ્રમાણે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકોરો(FPI) એ બુધવારે 974.88 કરોડ રુપીયાના શેર ખરીદ્યા છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(DII) એ 6,57,006 કરોડ રુપીયાના શેરોની વેચાવાલી છે. જો કે, શરુઆતી કારોબારમાં રુપીયો ડૉલરના સરખામણીએ 17 પૈસા ઘટીને 70.40 રુપીયા પ્રતિ ડૉલર પર કારોબાર કરી રહ્યો છે.

ત્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદા 0.03 ટકા વધીને 74.59 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરતા જોવા મળી રહ્યા હતા. અન્ય એશિયાઈ બજાર જેવા કે, શંઘાઈ, ટોક્યો અને સિયોલના શેરબજારોમાં પ્રારંભિક વ્યવસાયમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details