નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ વાયરસથી 3163 દર્દીના મોત થયાં છે. જ્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 56,316 દર્દીની સારવાર ચાલુ છે. જ્યારે 36,824 દર્દી સાજા થયાં છે. ત્રણ રાજયોમાં સંક્રમણના વધારે કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં 33,053 કેસ, ગુજરાતમાં 11,746 કેસ, તમિલનાડુમાં 11,224 કેસ સામે આવ્યા છે.