ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન ભાજપની નવી કારોબારીમાંથી વસુંધરાના નજીકના લોકોના નામની બાદબાકી - પૂર્વ મુખ્યપ્રધના વસુંધરા રાજે

રાજસ્થાનમાં થયેલા રાજકીય સંઘર્ષ બાદ ભાજપના નેતૃત્વ દ્વારા રાજ્ય એકમની નવી કારોબારી તૈયાર કરવામાં આવી છે, પરંતુ પૂર્વ મુખ્યપ્રધના વસુંધરા રાજેના નજીકના લોકોના નામ તેમાંથી દૂર કરવામાં આવ્યા છે.

વસુંધરા રાજે
વસુંધરા રાજે

By

Published : Aug 14, 2020, 7:08 PM IST

નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષની અંદર માત્ર વિખવાદ જ ચાલ્યો છે, પરંતુ ભાજપના રાજ્ય એકમમાં પણ મતભેદો સપાટી પર આવ્યા છે. એક તરફ રાજસ્થાનમાં ભાજપની સરકાર બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેનું મૌન બધા જાણે જ છે. કદાચ આથી જ રાજ્ય કારોબારીમાં વસુંધરાના મોટાભાગના વિશ્વાસીઓના નામ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા દૂર કરવામાં આવ્યા છે.

સૂત્રોની વાત માનીએ તો વસુંધરા રાજે પાર્ટી હાઈકમાન્ડ અને કેન્દ્રીય નેતાઓથી નારાજ છે, કારણ કે રાજસ્થાનમાં રાજકીય સંઘર્ષ બાદ ભાજપના નેતૃત્વ દ્વારા તૈયાર કરાયેલા રાજ્ય કારોબારીમાં વસુંધરાના મોટાભાગના વિશ્વાસુઓના નામની બાદબાકી કરવામાં આવી છે.

રાજ્યમાં અશોક ગેહલોત અને સચિન પાઇલટ એપિસોડ સામે વસુંધરા રાજેની ભૂમિકા જોવામાં આવી હતી, તો તે સંપૂર્ણ શૂન્ય હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય કારોબારીમાં વસુંધરા કરતા વધુ સતીશ પૂનીયાના નજીકના સંબંધીઓને જગ્યા આપવામાં આવી છે. આ સિવાય RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતા નેતાઓને જગ્યા આપવામાં આવી છે. આટલું જ નહીં, તેમાં એવા લોકોના નામ પણ શામેલ છે, જેઓ વસુંધરા રાજેને પસંદ નથી.

ABOUT THE AUTHOR

...view details