ન્યૂઝ ડેસ્ક: બીજા જ દિવસે, પાકિસ્તાની વાયુસેનાએ જવાબી કાર્યવાહીમાં હવાઇ હુમલો કર્યો હતો જે નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે, હવાઈ યુદ્ધમાં, એક પાકિસ્તાની એફ -16 ને પાડી દેવામાં આવ્યુ હતું હતી, જ્યારે ભારતીયોએ એમ.આઈ.જી -21 ખોયુ હતું, જેના પાઇલટ ને પાકિસ્તાની ક્ષેત્રમાં ઉતરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ આ પાયલટ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદના ના કેટલાક કલાકો સુધી, એવું લાગ્યું કે જાણે પરિસ્થિતિ વણસવા તરફ વધી રહી છે. સદનસીબે, આંતરરાષ્ટ્રીય દબાણ અને પાઇલટની વહેલી તકે મુક્તિ ના પગલે બંને પક્ષોએ સૈન્ય કાર્યવાહી અટકાવી હતી
હંમેશની જેમ, ભારતીય રાજકીય માહોલ ગરમાયો હતો અને શાસક અને વિરોધી પક્ષો બાલાકોટ ખાતે માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાને લઇને આમનેસામને હતા. વિદેશી મીડિયા પણ આ ચર્ચામાં કૂદી પડી હતી, અને ટૂંક સમયમાં જ બાલાકોટની સેટેલાઇટ છબીઓ આખા ઇન્ટરનેટ પર વહેતી થઈ હતી, કેટલાક ભારતીય દાવાઓને યોગ્ય ઠેરવી રહ્યા હતા જ્યારે અન્યો એ પ્રશ્નનો ઉઠાવ્યા હતા.
એક વર્ષ પછી, હવે જ્યારે સ્થિરતા આવી છે, ત્યારે આપણે પક્ષપાત વિનાનો નજરીયો સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું કે બાલાકોટ હવાઈ હુમલાઓથી શું પ્રાપ્ત થયુ અને ભવિષ્યમાં ઉપયોગી લેવા જેવા શું બોધપાઠ છે.
કટોકટીમાં, કોઈપણ દેશની વિશ્વસનીયતા, ફક્ત તેની લશ્કરી ક્ષમતાના કદથી નક્કી નથી થતી, પણ તેની ક્ષમતાનો ઉપયોગ કરવાની તૈયારી અને અમલમાં મુકવાની ઇચ્છા થી નક્કી થાય છે. ઘણા લાંબા સમયથી, ભારતને આતંકવાદ સામે ખૂબ રક્ષણાત્મક તરીકે જોવામાં આવતું હતું, અને આને કારણે કાશ્મીરમાં પ્રોક્સી યુદ્ધ કરવા પાકિસ્તાન ને પ્રોત્સાહન મળતુ હતું . ભારતીય રાજકીય નેતૃત્વ એ લશ્કરી સાધનનો ઉપયોગ કરવાની વધુ સંકલ્પ અને ઇચ્છા બતાવતા પરિસ્થિતિમાં હવે બદલા આવ્યો છે. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી હુમલાઓને પ્રાયોજીત કરવાનું ચાલુ રાખ્યું તો તેના ગંભીર પરિણામો અંગે પણ તેણે વિચારવુ પડશે.
આતંકવાદી હુમલાના જવાબમાં હવાઈ શક્તિનો ઉપયોગ પણ પ્રથમવાર થયો હતો. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં, એરફોર્સ ચીફ ભદૌરીયાએ કહ્યું હતું કે, “બાલાકોટ હવાઈ હુમલાએ રાષ્ટ્રીય ઉદ્દેશ્યને પહોંચી વળવા, હવાઈ શક્તિના ઉપયોગની નવી વ્યાખ્યા આપી છે અને ઉપખંડમાં પરંપરાગત કાર્યવાહી અને પ્રતિક્રિયાના પરિપરિપેક્ષને બદલી નાખ્યો છે.” સ્વાભાવિક રીતે, દરેક આતંકી હુમલો હવાઈ હુમલો તરફ દોરી જવાનો નથી,પરંતુ પાકિસ્તાન પર દબાણ લાવવા માટે, હવાઈ શક્તિના ઉપયોગ એ, ભારતની જવાબી કાર્યવાહીના વિકલ્પોમાં નોંધપાત્ર વધારો કર્યો છે .