https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/kedarnath-dham-door-date-released/na20200221152208847
ગોપેશ્વર : કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલથી શ્રદ્રાળુઓ માટે ફરીથી ખોલવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદ થપલિયાલે જણાવ્યુ હતુ કે, મંદિર સવારે છ વાગીને દસ મિનીટે ખોલવામાં આવશે.
ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં મહાશિવરાત્રીના પ્રસંગે આયોજીત એક ધાર્મિક કાર્યક્રમમાં કેદારનાથ મંદિરને ફરીથી ખોલવાની તારીખ તેમજ મુહૂર્તની ઘોષણા કરાઇ હતી.
ભગવાન કેદારનાથની પૂજા ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવે છે.
પુજારી 25 એપ્રિલે ભેરવનાથની પૂજા કરશે. ત્યારબાદ 26 એપ્રિલે ફૂલોથી સજાવવામાં આવેલ પાલખીમાં ભગવાન શિવની પ્રતિમાને ઉખીમઠથી પ્રસ્થાન કરાશે. આ પાલખીને ભક્તો પોતાના કંધા પર રાખીને ફાટા તેમજ ગૌરીકુંડ થઇને 28 એપ્રિલે કેદારનાથ પહોંચશે.
બદરીનાથમાં 17 નવેમ્બરથી બંધ થઇ જશે કપાટ. જ્યારે કેદારનાથમાં પણ પહેલી બર્ફબારી શરૂ થઇ જશે. થપલિયાલે જણાવ્યુ હતુ કે, 29 એપ્રિલે સવારે છ ને દસ મિનિટે મેષ લગ્નના વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે મંદિરના કપાટ ખોલવામા આવશે.