- ભારતની બુલેટ ટ્રેનની સત્તાવાર ઈમેજ જાહેર કરાઈ
- ભારતની જાપાન એમ્બસીએ ઈમેજ જાહેર કરી
- 2 કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચાડશે
નવી દિલ્હી: ગતરોજ ભારત સ્થિત જાપાનની એમ્બસીએ બુલેટ ટ્રેનની સત્તાવાર ઈમેજ જાહેર કરી છે. આ ટ્રેનમાં થોડા બદલાવ કરવામાં આવશે અને તેનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ રેલ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ શરૂઆતમાં ઝડપથી કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં અવરોધ આવતાં મહારાષ્ટ્રમાં આ કામ ધીમું થઈ ગયું છે. 1.08 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી તૈયાર થઈ રહેલો આ પ્રોજેક્ટ વિલંબથી શરૂ થયો હતો. રાજકીય અવરોધને કારણે પણ આ પ્રોજેક્ટના કામ અસર પડી શકે છે.
થોડા દિવસ પહેલા રેલવે બોર્ડના CEO અને ચેરમેને જણાવ્યું હતું કે, બ્રિજ અને ટનલ બનાવવાનું કામ ભારતીય કોન્ટ્રાક્ટર્સ કરી રહ્યા છે. જ્યારે સિગ્નલ, ટેલિકોમ અને રોલિંગ સ્ટોકનું કામ જાપાનની કંપનીને સોંપવામાં આવ્યું છે. વર્ષ 2018માં જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ જણાવ્યું હતું કે, ભારતમાં જલદીથી બુલેટ ટ્રેનનું કામ પૂર્ણ કરવા જાપાન કટિબદ્ધ છે.