પુણેના વિભાગીય કાર્યાલય તરફથી જાણકારી આપતા કહ્યું કે, કુલ 85 ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જેમાં 169 બોટ તથા 1025 લોકો સામેલ છે.અહીં બચાવ કાર્યમાં NDRF તથા SDRFના જવાનો સામેલ છે.
મહારાષ્ટ્રમાં પૂરથી 30ના મોત, કોલ્હાપુર-સાંગલીમાં થોડી રાહત - ndrf
મુંબઈ: દેશમાં હાલ અનેક જગ્યાએ પૂરના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 30 લોકોના મોત થઈ ગયા છે. જો કે, રાહતની વાત તો એ છે કે, હાલ કોલ્હાપુર અને સાંગલીની હાલતમાં સુધારો આવ્યો છે. જ્યાં 9 ઈંચ જેટલું પાણી નીચે આવી ગયું છે.
ians
ઉપરાંત કોલ્હાપુર અને સાંગલીમાં અનેક સરકારી તથા ખાનગી સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં જોતરાયેલા છે. અહીં પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાનોએ લઈ જવા તથા તેમને વ્યવસ્થા પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 413945 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.