ન્યૂઝ ડેસ્ક: પત્રકાર સ્મિતા શર્મા સાથે વાત કરતા ફ્રેન્ચ રાજદૂતે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ મહારોગચાળાને મહાત કરવા સરહદો સીલ કરવાથી માંડીને વ્યક્તિગત શિસ્ત જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ કટોકટીના કારણે ઉભી થયેલી આર્થિક અસરો, કે જેની વાસ્તવિક આકારણી ફક્ત બાદમાં જ થઇ શકે તેમ છે, તેને પહોંચી વળવા સરકારે પેકેજ જાહેર કરવા સાથે યોગ્ય પગલાં પણ લેવા જોઇએ.
કોરોના વાઇરસને સરહદોના કોઇ બંધન નડતા નથી, આંતરરાષ્ટ્રીય સહકાર જરૂરી છે: ફ્રેંચ રાજદૂત પ્રશ્ન- આ મહારોગચાળાની અસરને ખાળવા જી-7 દેશો દ્વારા કરાયેલી દરખાસ્તને તમે કેવી રીતે જુઓ છો? શું સાર્ક દેશો દ્વારા કરાયેલી પહેલ, જી-7 અને જી-20ને તેની સાથે સાંકળી લેવી જરૂરી છે?
ઉત્તર-આંતરરાષ્ટ્રિય સહકાર ચાવીરૂપ છે. આ વાઇસરસની સામે લડવા તે ચાવીરૂપ છે. આ વાઇરસને સરહદોના કોઇ બંધન નડતા નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization)ના નેજા હેઠળ આપણે સંકલન સાધીને સહિયારા પ્રયાસો કરવા પડશે.
આ કટોકટી દ્વારા સર્જાયેલી આર્થિક અસરોને પહોંચી વળવા સંકલન ખુબ જરૂરી પણ છે અને મહત્વનું પણ છે, અને તેથી જ આપણે તમામ આંતરરાષ્ટ્રિય ફોરમ ઉપર પ્રયાસો કરવા પડશે. એક વૈશ્વિક સભ્યદેશ તરીકે અર્થતંત્ર અને આરોગ્ય સહિતના તમામ મુદ્દાઓ ઉપર ભારત દ્વારા લેવાયેલા સંખ્યાબંધ અને સમયસરનાં પગલાં જોઇને મને ખુબ જ આનંદની લાગણી થાય છે. જી-20 દેશામાં અમે જે કરી રહ્યા છે તે જ ભારત દ્વારા થઇ રહ્યું છે. 2022માં જી-20ના ભાવિ પ્રમુખપદ માટે ભારત પણ પ્રાદેશિક સભ્ય તરીકે સાર્ક દેશોમાં પ્રયાસ કરી રહ્યું છે. આ તમામ પહેલને સાંકળતા એક સેતુની રચના કરવામાં જો ભારત મદદ કરશે તો તે તદ્દન સમયસરનું પગલું ગણાશે.
પ્રશ્ન-શું તમે માનો છો કે આ મહામારીને ખાળવા સરહદોને સીલ કરી દેવી એ આજના સમયની તાતી માંગ છે? જેમ કે યુકે દ્વારા પ્રસ્તાવિત કરાયું છે તેમ ટોળાની રોગપ્રતિકારક શક્તિ કામ કરશે ખરી?
ઉત્તર-આ મહારોગચાળાને ખાળવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે સંપર્કોને મર્યાદિત કરી દેવા, અને તે બાબત વ્યક્તિગત શિસ્ત દ્વારા જ હાંસલ કરી શકાશે. જેને આપણે સામાજિક અંતર રાખવું તેમ કહી શકીએ, જેને આપણે આંતરરાષ્ટ્રિય મુસાફરી અને પ્રવાસોને મર્યાદિત કરવા અને સરહદોને સીલ કરવી એમ કહી શકીએ. વૈજ્ઞાનિકો કહે છે તેમ ટોળાની રોગપ્રતિરોધક શક્તિ કારગત નીવડી શકે, પરંતુ તે રોગપ્રતિરોધક શક્તિને હાંસલ કરવા સૌ પ્રથમ આપણે એ બાબતની ખાતરી કરવાની રહેશે કે રોગચાળાના કોઇપણ તબક્કે આપણું આરોગ્ય હારી જવુ જોઇએ નહીં. જેનો અર્થ એ થયો કે વાઇરસ ખુબ જ ઝડપથી ફેલાવો જોઇએ નહીં, અને તેથી જ આપણે વ્યક્તિને એકલાં પાડી દેવા કે એકાંતમાં રાખવાના પગલાં લઇ રહ્યા છીએ.
પ્રશ્ન-આર્થિક અસરનો ખાળવા વૈશ્વિક અર્થતંત્રએ કયા પડકારોનો સામનો કરવો પડશે? આ નુકસાનનો વાસ્તવિક આંકડો ક્યારે જાણવો શક્ય બનશે?
ઉત્તર-વાસ્તવમાં કુલ આકારણી થવી જોઇએ. પરંતું હાલ તો આપણે એટલું જ જાણીએ છીએ કે તેની અસર ખુબ જ વ્યાપક હશે અને ઘણી જ મહત્વની હશે. તમામ પ્રવૃત્તિઓને ટેકો આપવા અમારી સરકારો કટિબદ્ધ છે. અને એ સાચુ છે કે ફ્રાંસમાં મારી સરકારે પેકેજની જાહેરાત કરી છે. અને હું એ પણ જાણું છું કે ભારત સરકાર પણ સમાન જુસ્સાથી જ કામ કરી રહી છે. અમે જેની અપેક્ષા રાખીએ છીએ તે આંતરરાષ્ટ્રિય સહકાર પણ મદદરૂપ થઇ પડશે. કોઇપણ દેશ પોતાના એકલા પગ પર ટકી પણ ન શકે અને વિકાસ પણ ન કરી શકે. તેમાં સમાન પ્રયાસોની જરૂર પડે.
સ્મિતા શર્મા