ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપુરાના મુખ્યપ્રધાને લોકોને માસ્ક પહેરવા કરી અપીલ - LATES NEWS OF CM TRIPURA

દેશ માટે કાળ સાબિત થનાર કોરોના વાઈરસનો ભય દિવસેને દિવસે વધી રહ્યો છે. એટલે સરકાર દ્વારા જાગ્રતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્રિપુરાના મુખ્યપ્રધાને પણ લોકોને માસ્ક નહીં તો તેના વિકલ્પમાં અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરીને મોં બાંધવાની અપીલ કરી છે.

tripura
tripura

By

Published : Mar 28, 2020, 11:22 AM IST

અગરતલાઃ ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવ કુમારે વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોના માસ્ક અથવા અન્ય વસ્તુ દ્વારા મોં ઢાંકવા જણાવ્યું છે.

મુખ્યપ્રધાને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'મોસ્કની હોસ્પિટલોમાં કામ કરતા અથવા અલગ કેન્દ્રોમાં રહેતા લોકો માટે ફરજિયાત છે. આ ડર ઉભો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી તેઓ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ શકે છે.''

આગળ વાત કરતાં તેમણે કહ્યું કે, 'હોસ્પિટલોમાં કામ કરતા લોકો માટે પૂરતા પ્રમાણમાં માસ્ક છે. પરંતુ સરકાર માટે શક્ય નથી કે તે રાજ્યના તમામ 40 લાખ લોકોને માસ્કનું વિતરણ કરે. તેથી, હું આપ સૌને વિનંતી કરું છું કે, સાવચેતીના ભાદરૂપે માસ્કને બદલે 'જલ ગમછા' નો ઉપયોગ કરો. જરૂરિયાત વગર મકાનો છોડશો નહીં અને સામાજિક અંતર જાળવી રાખશો."

ABOUT THE AUTHOR

...view details